Not Set/ અમદાવાદના રાણીપની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં કોરોનાનો આતંક, બે દિવસમાં બે લોકોના મોત

અમદાવાદમાં માત્રને માત્ર કોરોનાના વિષય ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાએ સેકેંડ વેવ પકડી લેતા શહેરમાં કોરોના સક્ર્મણના કેસોમાં ખુબજ ઉછાળો આવ્યો છે. નાની વયના બાળકોથી લઈને મોટી વયના વડીલો સુધીના તમામ લોકો ઉપર કોરોના હાવી થઇ રહ્યું છે. અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાણે કોરોનાંનો ગ્રહણ લાગ્યું છે.સોસાયટીમાં અસંખ્યક કોરોનાના નવા કેસો સામે […]

Ahmedabad Gujarat
coronavirus અમદાવાદના રાણીપની ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં કોરોનાનો આતંક, બે દિવસમાં બે લોકોના મોત

અમદાવાદમાં માત્રને માત્ર કોરોનાના વિષય ઉપર ચર્ચાઓ ચાલી રહી છે. કોરોનાએ સેકેંડ વેવ પકડી લેતા શહેરમાં કોરોના સક્ર્મણના કેસોમાં ખુબજ ઉછાળો આવ્યો છે. નાની વયના બાળકોથી લઈને મોટી વયના વડીલો સુધીના તમામ લોકો ઉપર કોરોના હાવી થઇ રહ્યું છે.

અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં આવેલી ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં જાણે કોરોનાંનો ગ્રહણ લાગ્યું છે.સોસાયટીમાં અસંખ્યક કોરોનાના નવા કેસો સામે આવતા સોસાયટીના લોકો ખુબજ ભયભીત બની ગયા છે.

તાજેતરની જો વાત કરીએ તો માત્ર સોમવાર અને મંગળવારે એમ બે જ દિવસમાં બે લોકોના કોરોનાના કારણે મોત નીપજી જતા સોસાયટીના રહીશોમાં એટલો ભય પસરી ગયો છે કે તેઓ સોસાયટીને કેટલાક દિવસો માટે છોડી દેવા અથવા ઘરની અંદર જ પુરાઈ રહેવાનું વિચારી રહ્યા છે.

પ્રશાસન દ્વારા પણ સમગ્ર વિસ્તારમાં પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. એટલુંજ નહિ , રાણીપના ભાજપના કોર્પોરેટર ભાવિ બેન પંચાલને પણ કોરોના નું ચેપ લાગી જતા સમગ્ર વિસ્તારમાં તેની લોકોએ ભારે ચર્ચા કરી હતી. તેઓ સાજા થઈને ઝડપથી લોકોની સેવા કરવા માટે પાછા આવે તે માટે લોકોએ પ્રાથના પણ કરી હતી.