Cricket/ દિગ્ગજોની વાપસી પર કેટલાક ખેલાડીઓ થશે ટીમમાંથી બહાર

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો સામનો કરી રહેલા ઘણા યુવા ખેલાડીઓને પ્રથમ ટી20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ તમામ…

Top Stories Sports
IND vs ENG Series

IND vs ENG Series: ભારતીય ક્રિકેટ ટીમ ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની T20 શ્રેણીમાં ટકરાશે. આ શ્રેણીની પ્રથમ મેચમાં ભારતીય ટીમે 50 રનથી જીત મેળવીને શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ટીમ ઈન્ડિયા બીજી ટી20 જીતીને આ સીરીઝ જીતવા ઈચ્છશે. જણાવી દઈએ કે ઘણા અનુભવી ખેલાડીઓ જેઓ પ્રથમ મેચમાં આરામ પર હતા તેઓ બીજી મેચમાં પરત ફરશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના પ્લેઈંગ 11માં ઘણો બદલાવ આવશે.

ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટનો સામનો કરી રહેલા ઘણા યુવા ખેલાડીઓને પ્રથમ ટી20 મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં આ તમામ ખેલાડીઓ બીજી ટી20માં વાપસી કરશે. ખાસ કરીને બધાની નજર ફરી એકવાર વિરાટ કોહલી પર રહેશે. આ સિવાય જસપ્રીત બુમરાહ, ઘાતક વિકેટકીપર ઋષભ પંત અને સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ટીમમાં વાપસી કરી શકે છે. આ ખેલાડીઓમાં પંત એકમાત્ર એવો છે જે બીજી T20માં બહાર થઈ શકે છે. પરંતુ બાકીના ત્રણ ખેલાડીઓનો પ્લેઈંગ 11માં સમાવેશ લગભગ નિશ્ચિત છે.

હવે આ દિગ્ગજ ખેલાડીઓની વાપસી પર કેટલાક ખેલાડીઓ પ્લેઈંગ 11માંથી બહાર થઈ જશે તે નિશ્ચિત છે. શાનદાર ફોર્મમાં ચાલી રહેલા દીપક હુડાની જગ્યાએ અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી ત્રીજા નંબર પર રમતા જોવા મળશે. ટી20 ક્રિકેટમાં પોતાને સાબિત કરવા માટે વિરાટની આ છેલ્લી સિરીઝ હોઈ શકે છે. બીજી તરફ અક્ષર પટેલનું સ્થાન રવિન્દ્ર જાડેજા લેશે. આ સિવાય જસપ્રીત બુમરાહ હર્ષલ પટેલનું સ્થાન લઈ શકે છે. આ તમામ ખેલાડીઓનું પ્રદર્શન શાનદાર રહ્યું છે, પરંતુ ટીમના પ્લેઇંગ 11માં હંમેશા ટોચના ખેલાડીઓને પ્રાથમિકતા આપવામાં આવે છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 198 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ માત્ર 148 રન જ બનાવી શકી હતી અને ભારતે 50 રને મેચ જીતી લીધી હતી. આ સાથે જ ભારતે શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી હાર્દિક પંડ્યાએ 51 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર યાદવે 19 બોલમાં 39 રનનું યોગદાન આપ્યું હતું.

આ પણ વાંચો: Murder/ જાપાનના પૂર્વ PMની ગોળી મારી દેવામાં આવી, આ પહેલા પણ અનેક PM અને રાષ્ટ્રપતિની હત્યા કરવામાં આવી છે…!