ગુજરાત/ વડોદરામાં વરસાદી વિરોધ : લોકોએ ગંદા પાણીમાં બેસી કરી સ્વચ્છતા અને સુવિધાની માગ

વડોદરા શહેરના આઠ જેટલા મેયર બદલાયા પછી પણ આ વિસ્તારની સમસ્યાઓ ઠેરની ઠેર છે

Top Stories Gujarat Vadodara
વિરોધ

સામાન્ય રીતે ગરમી બાદ ઉકળાટથી ત્રાહિમામ થયેલી જનતા માટે મેઘરાજાનું આગમન એ મન પ્રફુલિત કરનારી વાત છે ત્યારે આ જ વરસાદનાં કારણે કેટલીક સમસ્યાઓનો સામનો પણ અલગ અલગ વિસ્તારોમાં અને શહેરોમાં વસતા નાગરિકોને કરવો પડે છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 13નાં કાઉન્સિલર બાલુ સુર્વે જનતાને પડતી આ પ્રકારની તકલીફોનું નિવારણ લાવવા માટે અનોખી રીતે વિરોધ કર્યો હતો.

વડોદરામાં વોર્ડ 13 હેઠળ આવતી રાજરત્ન રાજદીપ રાજસ્તંભ સોસાયટીઓના રહીશોને વિસ્તારમાં સામાન્ય વરસાદથી ભરાઈ જતા પાણીના કારણે અગવડ પડી રહી છે. વોર્ડ નંબર 13 માં આવેલી સોસાયટીઓમાં આ પ્રકારનું પાણી ભરાવાથી દૂષિત પાણીને લઈને રાજરત્ન રાજદીપ અને રાજસ્તંભ સોસાયટીમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનોમાં ઘણા પરિવારો રહે છે ત્યારે આ રેહણક વિસ્તારમાં સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષોથી આ વિસ્તારના રહીશો સહન કરી રહ્યા છે અને દર વર્ષે ચોમાસાની ઋતુમાં આ પ્રકારની સમસ્યાને લઈને ભરાતા પાણીના કારણે દૂષિત પાણીમાંથી વિસ્તારના લોકોને અવરજવર કરવા મજબૂર બનવું પડે છે ત્યારે આ વર્ષે પણ એ જ પ્રકારે આ રેહણક વિસ્તારમાં ભરાયેલા દૂષિત પાણીના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જેને લઇને સ્થાનિક કાઉન્સિલર એવા કોંગ્રેસના બાલુ સુર્વે દ્વારા તંત્ર સામે આ પ્રકારની સમસ્યાઓનું નિવારણ લાવવા માટેની માંગ સાથે દૂષિત પાણીમાં બેસીને વિરોધ દર્શાવ્યો હતો.

વિરોધ

આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારે સામાન્ય વરસેલા વરસાદમાં પણ ભરાતા પાણીને લઈને નાગરિકોને સાથે વિદ્યાર્થીઓને યુવાઓને અને મહિલાઓને પોતાના રોજિંદા જીવન માટેની જરૂરી કામગીરી લઈને અવર-જવર દરમિયાન હાલાકી નો સામનો કરવો પડે છે ક્યારેક કોઈના વાહન બગડી જાય છે તો ક્યારેક મોટી ઉંમરના લોકો અને બાળકોને ભરાયેલા વરસાદમાં પાણીમાંથી અવરજવર કરતા પડી જવાના અને વાગવાની બાબતો પણ સામે આવે છે આ પ્રકારનું પાણી ભરાવાથી અને દૂષિત પાણીને લઈને રોગચાળો ફાટી નીકળવો અને મચ્છરના ઉપદ્રવ જેવી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે દૂષિત પાણીમાં બેસેલા કોંગ્રેસી કાઉન્સિલર એવા જન પ્રતિનિધિ બાલુ સર્વે હવે માને છે કે વડોદરા શહેરના આઠ જેટલા મેયર બદલાયા પછી પણ આ વિસ્તારની સમસ્યાઓ ઠેરની ઠેર છે ત્યારે સત્વરે આ ભરાતા પાણીની સમસ્યાનો નિકાલ કરવો એ સ્થાનિકોના સ્વાસ્થ્ય અને રોજિંદા જીવન માટે ખૂબ આવશ્યક છે.

મહત્વનું છે કે આ પ્રકારની તકલીફોને લઈને શહેરના ઘણા વિસ્તારમાં નાગરિકો હેરાન પરેશાન થતા હોય છે ક્યાંક વરસાદથી ધોવાયેલા રસ્તા તો ક્યાંક ભરાયેલા પાણી તો ક્યાં ગંદકીને લઈને શહેરના નાગરિકોને તકલીફોનું સામનો કરવો પડી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર 13 માં ચૂંટાયેલા પ્રતિનિધિ ના  દૂષિત પાણીમાં બેઠાનો આ વિરોધ સત્તા પક્ષના અને વહીવટી તંત્રના આંખ અને કાન ઉઘાડવામાં અને નાગરિકોની સમસ્યાનું નિવારણ લાવવા માટે કેટલો સફળ થાય છે તે જોવુ મહત્વનું રહેશે.

આ પણ વાંચો : વડોદરા બિલ્ડર હરીશ અમીનનું મોત અકસ્માત નહિ હત્યા : જાણો કેવી રીતે ઉકેલાયો ભેદ