સપનું થશે સાકાર/ હવે વિરાટ-અનુષ્કાએ પણ આ વિસ્તારમાં ખરીદી 8 એકર જમીન, બનાવશે ફાર્મહાઉસ

ક્રિકેટર રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી બાદ હવે વિરાટ કોહલી પણ અલીબાગમાં પોતાના માટે ફાર્મહાઉસ બનાવવા જઈ રહ્યા છે

Top Stories Trending Sports
6 1 હવે વિરાટ-અનુષ્કાએ પણ આ વિસ્તારમાં ખરીદી 8 એકર જમીન, બનાવશે ફાર્મહાઉસ

ક્રિકેટર રોહિત શર્મા અને ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી બાદ હવે વિરાટ કોહલી પણ અલીબાગમાં પોતાના માટે ફાર્મહાઉસ બનાવવા જઈ રહ્યા છે. ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા વિરાટ કોહલીએ અલીબાગના જીરાદ ગામમાં ફાર્મહાઉસ માટે 8 એકર જમીન ખરીદી છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાટ અને અનુષ્કા શર્માએ આ જમીન 19.15 કરોડ રૂપિયામાં ખરીદી છે.

વિરાટ અને અનુષ્કાને આ જમીન છ મહિના પહેલા જ પસંદ આવી ગઈ હતી, પરંતુ વ્યસ્ત કાર્યક્રમને કારણે 30મી ઓગસ્ટે જમીનનો સોદો કરવા આવી શક્યા નહોતા. હાલમાં દુબઈમાં એશિયા કપ રમી રહેલા કોહલીની ગેરહાજરીમાં તેના નાના ભાઈ વિકાસ કોહલીએ પાવર ઓફ એટર્ની લઈને 1 કરોડ 15 લાખ 45 હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી ભરીને વિરાટ કોહલીના નામે જમીન રજીસ્ટર કરાવી હતી. સોદો સમીરા આવાસ. દ્વારા થયો હતો.

રોહિત શર્મા અને રવિ શાસ્ત્રીના ફાર્મહાઉસ પણ આ વિસ્તારમાં છે. સૂત્રોનું કહેવું છે કે હાર્દિક પંડ્યા અને યુઝવેન્દ્ર ચહલ પણ અલીબાગમાં ઘર બનાવવા માટે ઉત્સુક છે. રવિ શાસ્ત્રીએ 10 વર્ષ પહેલાં અલીબાગમાં ઘર બનાવ્યું હતું, જ્યારે રોહિત શર્માનું મહાત્રોલી-સરાલ વિસ્તારમાં ત્રણ એકરનું ફાર્મહાઉસ નિર્માણાધીન છે.

ઉલ્લેખનીય છે કે  અગાઉ મીડિયામાં એક અહેવાલ આવ્યો હતો કે વિરાટ કોહલીએ ગાયક કિશોર કુમારના જુહુ બંગલા સંકુલનો એક મોટો ભાગ લીઝ પર લીધો છે અને તે તેમાં એક રેસ્ટોરન્ટ ખોલવા જઈ રહ્યો છે. આ સંદર્ભે અમિત કુમારે જણાવ્યું કે વિરાટને 5 વર્ષની લીઝ પર જગ્યા આપવામાં આવી છે.