વિકાસ/ વડોદરાનો વિકાસ : મેયરે પોતાના વોર્ડમાં જ ચલાવ્યા બુલડોઝર : કરાવ્યા અનેક દબાણ દૂર

ઉશ્કેરાયેલા લોકોને કાબુમાં લેવા માટે મેયરના આ ઓપરેશન દરમિયાન ગોરવા પોલીસના અધિકારીઓ અને ટુકડી પણ સ્થળ પર પહોંચી હતી

Gujarat Vadodara Trending
વડોદરા દબાણ

વડોદરા મહાનગર સેવાસદન વધુ એક વખત એક્શનમાં આવ્યું છે ત્યારે શહેરના ગોરવા પંચવટી વિસ્તાર એવા મેયરના જ વોર્ડમાં છેલ્લા વર્ષોથી કરાયેલા દબાણને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગોરવા પંચવટી કેનાલ વિસ્તારમાં રોડની બંને તરફ કરાયેલા ખાણીપીણીના સ્ટોલ અને લારી ગલ્લાઓને ખસેડવા માટે વડોદરા મહાનગર સેવાસદન દ્વારા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરાના મેયર કેયુર રોકડિયા પોતે જ દબાણ હટાવો શાખાના અધિકારીઓ સાથે એક ઓપરેશન ચલાવવાનું હોય તે પ્રકારના ભાગરૂપે આ કામગીરી માટે સ્થળ પર પહોંચ્યા હતા.

વડોદરા દબાણ

ગોરવા રિફાઇનરીથી આઇટીઆઇ રોડ પર અને નજીક આવેલી કેનાલમાં જ દબાણ કરાયેલા લોકો દ્વારા કચરો ઠાલવવામાં આવતો હતો જેના કારણે કેનાલમાં પણ વહેતું પાણી દૂષિત થતું હતું અને વોટર લોગીંગ (જળજમાવ) ના પ્રશ્નો પણ સર્જાતા હતા, ત્યારે મહાનગર સેવાસદન દ્વારા લેવાયેલા આ એક્શનના કારણે દબાણ કરાયેલા લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો જેમના દબાણ તૂટ્યા હતા તેમણે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં થતી બીજી ગેરેજથી મામલે કોઈ કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપ કર્યા હતા ત્યારે આવા ઉશ્કેરાયેલા લોકોને કાબુમાં લેવા માટે મેયરના આ ઓપરેશન દરમિયાન ગોરવા પોલીસના અધિકારીઓ અને ટુકડી પણ સ્થળ પર પહોંચી હતી અને આક્રોશ વ્યક્ત કરી મહાનગર સેવાસદન દ્વારા લેવાયેલા હકારાત્મક પગલાંઓને નિષ્ફળ બનાવનારા આવા લોકો સામે જરૂર પડે અટકાયતી પગલાં લેવાની તૈયારી પણ બતાવી હતી.

વડોદરા દબાણ

ગોરવાએ વડોદરા શહેરના મેયર નો વોર્ડ નંબર ૮ નો વિસ્તાર છે. ત્યારે મેરના જ વિસ્તારમાં આ પ્રકારના દબાણોને મેર કેયુર રોકડિયા દ્વારા ખસેડવાનું આ મેગા ઓપરેશન વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં કરાયેલા દબાણ માટે અને દબાણ કરનારાઓ માટે પણ લાલ આંખ સમાન છે મંતવ્ય ન્યૂઝ સાથે વાત કરતા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારમાં દબાણ કરનારા લોકોને ચેતવણી આપી છે કે જલ્દીથી તેમના દ્વારા જ કરાયેલા દબાણ ખસેડી લે અન્યથા વડોદરા મહાનગર સેવા સદનનું વહીવટી તંત્ર તેમની સામે પણ આ જ પ્રકારે કડક કાર્યવાહી કરવા મજબૂર બનશે.

વડોદરા દબાણ

આ પણ વાંચો : લઘુમતી બહુમતી વાળી સીટ પર બીજેપીએ જીતવા શું એક્શન પ્લાન બનાવ્યો ?