Not Set/ તાપી નદીમાં રેતીખનન કૌભાંડ, અધિકારી સહિત ૬ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

તાપી તાપીમાં સોનગઢના તાપી નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતીખનન મામલે. ભૂસ્તર વિભાગના અધિકારી અને લીઝ ધારકોના કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત એસીબીના મદદનીશ નિયામક દ્વારા વ્યારા એસીબી પોલીસ સ્ટેશનમાં ભૂસ્તર વિભાગનાં એક અધિકારી અને બે લીઝ ધારકો સહીત ૬ ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવ્યું હતું. આ મામલે સમગ્ર તાપી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. કહેવાય […]

Top Stories Gujarat Trending
vijay rupani 1 1 તાપી નદીમાં રેતીખનન કૌભાંડ, અધિકારી સહિત ૬ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

તાપી

તાપીમાં સોનગઢના તાપી નદીમાં ગેરકાયદેસર ચાલતા રેતીખનન મામલે. ભૂસ્તર વિભાગના અધિકારી અને લીઝ ધારકોના કૌભાંડનો પર્દાફાશ થયો છે.

સુરત એસીબીના મદદનીશ નિયામક દ્વારા વ્યારા એસીબી પોલીસ સ્ટેશનમાં ભૂસ્તર વિભાગનાં એક અધિકારી અને બે લીઝ ધારકો સહીત ૬ ઈસમો સામે ફરિયાદ નોંધવામાં આવ્યું હતું. આ મામલે સમગ્ર તાપી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

vijay rupani 1 2 તાપી નદીમાં રેતીખનન કૌભાંડ, અધિકારી સહિત ૬ ઈસમો સામે નોંધાઈ ફરિયાદ

કહેવાય છે કે કરેલું પાપ ગમે ત્યારે પણ છાપરે ચઢીને પોકારતું હોય છે ત્યારે તાપીના સોનગઢના ઘાસીયામેઢા ગામે ૬ મહિના દરમ્યાન થયેલા ગેરકાયદેસર રેતીખનન માં તાપી ભૂસ્તર વિભાગના તત્કાલીન એક અધિકારી અને બે લીઝ ધારકો સહીત કુલ ૬ જણાનાં એસીબીની તપાસમાં નામો ખુલતા ગેરકાયદેસર રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ગેરકાયદેસર રેતીખનનમાં તાપી નદીને ઉલેચી રેતી કાઢી. કાળો કારોબાર કરતા રેતીમાફીયાઓ રેતીની લીઝની રોયલ્ટી ટ્રક ચાલકોને આપતા હતા અને ઘાસિયામેઢા ખાતે આ રેતીમાફીયાઓની લીઝ ન હોવા છતાં પણ બેરોકટોક અને બેખોફ બની તાપીમાંથી રેતી ખનન કરતા હતા.