India-Pak Match-Amit shah/ વર્લ્ડકપની ભારત-પાક મેચ જોવા અમિત શાહનું થશે આગમન?

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ જોવા અમદાવાદ આવશે તેવા અહેવાલ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 22 3 વર્લ્ડકપની ભારત-પાક મેચ જોવા અમિત શાહનું થશે આગમન?

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇ વોલ્ટેજ મેચ જોવા અમદાવાદ આવશે તેવા અહેવાલ છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ હાઇવોલ્ટેજ મેચ માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના આગમનના પગલે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરી દેવામાં આવી છે. અમિત શાહની હાજરીનું નામ પડતા જ વહીવટીતંત્રમાં ણે કરંટ આવી ગયો છે. અમિત શાહ ફક્ત ગુજરાત જ આવવાના છે તેવું નથી, તેઓ આ મેચ જોવા પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજરી આપવાના છે.

તેઓ 14 અને 15 ઓક્ટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે હશે. તેઓ 15મી ઓક્ટોબરે પહેલા નોરતે દર વખતની જેમ તેમના માણસા ખાતેના કુળદેવીના દર્શને જશે, જ્યાં તેઓ પોતાનાકુટુંબ સાથે કુળદેવીની પૂજા અર્ચના કરશે. લોકસભા વિસ્તારમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોની પણ તે મુલાકાત લેશે.

ઉલ્લેખનીય છે કે ભારતે આઇસીસી વર્લ્ડકપ 2023નો પ્રારંભ ઓસ્ટ્રેલિયાને હરાવીને કર્યો છે. ભારતની આગામી મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે છે. તેના પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે અમદાવાદમાં 14 નવેમ્બરે હાઇવોલ્ટે જંગ છે.

વહીવટીતંત્ર આ માટે સજ્જ થઈ ગયું છે. ગુજરાત પોલીસે શહેરના સંવેદનશીલ વિસ્તારમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી છે. રવિવારે સીએમએ સમીક્ષા કર્યા પછી શહેરના સંવેદનશીલ વિસ્તારમાં નાનું મોટું છમકલું ન થાય તેમાટે દરેક વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ અને એક એસઆરપીની ટુકડી તેમજ અન્ય પેરામિલિટરી ફોર્સ પણ ગોઠવાશે.

આ મેચ માટે કુલ સાત હજાર જવાનો સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવવામાં આવ્યા છે. હવે જો અમદાવાદ સ્ટેડિયમની 1.32 લાખની ક્ષમતા ગણીએ તો દર દસ પ્રેક્ષક પર એક જવાન રાખ્યો છે તેમ કહી શકાય. બીએસએફ, સીઆરપીએફ, સ્થાનિક પોલીસ, સિનિયર અને જુનિયર આઇપીએસ કક્ષાના અધિકારીઓ મેચના ગ્રાઉન્ડથી લઈને શહેરના એન્ટ્રી પોઇન્ટ સુધી સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવી દેવાયા છે. કોઈપણ મેચ દરમિયાન આટલી મોટી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ હોય તેવો આ અત્યાર સુધીનો પ્રથમ કિસ્સો છે.

હુમલાની ધમકીઓના પગલે ઉચ્ચસ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે. અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યોરિટી ગાર્ડ (એનએસજી), રેપિડ એકશન ફોર્સ (આરએએફ), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના સુરક્ષા કર્મચારીઓ ગોઠવવામાં આવશે.

હુમલાની ધમકીઓને પગલે ઉચ્ચ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.  અમદાવાદ અને શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા માટે નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG), રેપિડ એક્શન ફોર્સ (RAF), હોમગાર્ડ અને ગુજરાત પોલીસ સહિત વિવિધ એજન્સીઓના 7000 થી વધુ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.

ભારત અને પાકિસ્તાનની બંને ટીમો 12 ઓક્ટોબર સુધીમાં અમદાવાદ આવી જવાની છે. ટીમના રોકાણ સ્થળ, પ્રેક્ટિસ સેશન્સ મૂવમેન્ટ માટે પૂરતા પ્રમાણમાં પાયલોટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. સીસીટીવી, બોડી વોર્ન કેમેરા, મેટલ ડિટેક્ટર અને ડ્રોનથી સતત મોનિટરિંગ કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ Bihar/ ગામડાની મહિલાએ LICનું 15 લાખનું કરી નાખ્યું, જાણો સમગ્ર મામલો

આ પણ વાંચોઃ Himachal/ હિમાચલમાં હિમવર્ષા બાદ મનાલી-લેહ હાઈવે બંધ, અનેક જિલ્લાઓમાં વરસાદ

આ પણ વાંચોઃ મોટા સમાચાર/ મોરબી બ્રિજ દુર્ઘટના મામલે SIT રિપોર્ટમાં મોટો ખુલાસો, ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી