Ahmedabad News: મોરબીમાં ઝુલતો બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ બ્રિજ દુર્ઘટનાના 1 વર્ષ બાદ ગુજરાત સરકારે રચેલી SIT દ્વારા તૈયાર કરાયેલો રિપોર્ટ હાઈકોર્ટમાં આજે રજૂ કરવામાં આવ્યો હતો. બ્રિજ ધરાશાયી થવામાં ઓરેવા કંપનીની સંપૂર્ણ બેદરકારી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે. SITએ રિપોર્ટમાં જણાવ્યું છે કે આ અકસ્માત નહીં મર્ડર છે, એટલે 302 302ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ.
બ્રિજ પર જવા માટે નિર્ધારિત સંખ્યા પર કોઈપણ પ્રકારનો પ્રતિબંધ અથવા રોકની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જ્યારે બ્રિજ ખોલતા પેહલા કોઈપણ ફિટનેસ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો નહતો. ઓરેવા કંપનીએ નગરપાલિકાને પણ કન્સલ્ટ નહોતું કર્યું અને ટિકિટ વેચાણ પર પણ કોઈપણ પ્રકારનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો નહતો. બ્રિજ પર સુરક્ષાના સાધનો અને સુરક્ષા કર્મીઓનો પણ અભાવ હોવાનો રિપોર્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર પ્રકારની ટેકનીકલ અને ઓપરેશનલ ખામીઓ હતી હોવાનું પણ રિપોર્ટમાં દર્શાવામાં આવ્યું છે.
ગુજરાત હાઇકોર્ટમાં SIT નો ફાઇનલ રીપોર્ટ પીડિત પક્ષને મળ્યો છે. રિપોર્ટમાં એવું પણ જણાવાયુ કે, બ્રિજનું કામ દેવપ્રકાશ સોલ્યુશનને અપાયું હતું, જેની વિશ્વસનીયતા ચેક કરાઈ નથી. ટિકિટો કેટલી વેચવી તે નક્કી કરાયુ ન હતું. ઓરેવા કંપનીનું મેનેજમેન્ટ બ્રિજ ધરાશાયી થવા માટે જવાબદાર છે. બ્રિજ ઉપર યોગ્ય સિક્યુરિટી નહોતી. બ્રિજ મેન્ટનનન્સ અને ફિટનેસ સર્ટિફિકેટ વગર બ્રિજ શરૂ કરાયો હતો. તેથી ઓરેવા કંપની સંપૂર્ણ રીતે આ હોનારત માટે જવાબદાર છે. વધુ માહિતી રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસ બાદ ખબર પડે. પરંતુ આ અકસ્માત નહિ મર્ડર છે, 302 ની કલમ આરોપીઓ સામે લાગવી જોઈએ. ઑરેવાં કંપની દ્વારા નગરપાલિકાને બ્રિજની હાલત અંગે અનેક કાગળ લખાયા હતા.
મોરબી દુર્ઘટના માટે જવાબદાર ઓરેવા કંપનીના જયેશ પટેલ એ ઓરેવા ગૃપ ઓફ કંપની સાથે સંકળાયેલા છે. ઓરપેટથી જાણીતી કંપની વિશ્વમાં ઘડિયાળ અને ઇલેક્ટ્રોનિક્સ સાધનોના નિર્માણ માટે જાણીતી છે. જયસુખ પટેલના પિતા ઓધવજી પટેલ મોરબી અને સૌરાષ્ટ્ર પંથકના જાણીતા ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર રહી ચૂક્યા છે. મહિલા કર્મચારી દ્વારા ચાલતી ઓરપેટ કંપની હાલના એમ.ડી અને દુર્ઘટના માટે SITએ જવાબદાર જાહેર કરેલ જયસુખ પટેલે કચ્છના નાના રણમાં રણ સરોવર પ્રોજેક્ટ થકી કચ્છ અને વાગડ પંથકમાં જળ સંચય માટેના પ્રોજેક્ટ માટે અનેક પ્રયાસો કર્યા હતા, જેની સામે સ્થાનિકો અને અગરીયાઓએ ભારે વિરોધ નોંધાવ્યો હતો.
આ પણ વાંચો:કબ્જો ન હોવા છતાં પણ લુલુ ગ્રુપને પ્લોટ સોંપવા ઉતાવળીયું બનેલું ઔડા
આ પણ વાંચો:ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી
આ પણ વાંચો:PM અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી, બદલામાં લોરેન્સ બિશ્નોઈને છોડવાની માગ