જામનગર/ જી.જી. હોસ્પિટલના ડોકટરોની મોટી બેદરકારી, ચાલુ ઓપરેશને દર્દીના ફોટા પાડી કર્યા વાયરલ

જામનગરની જી.જી. હોસ્પિટલમાં‎ ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી ‎તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎ કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર‎આવતા ભારે ચકચાર મચી જવા ‎પામી છે

Gujarat Others Breaking News
Mansi 6 3 જી.જી. હોસ્પિટલના ડોકટરોની મોટી બેદરકારી, ચાલુ ઓપરેશને દર્દીના ફોટા પાડી કર્યા વાયરલ
  • જામનગર: જી.જી. હોસ્પિટલમાં ચાલુ ઓપરેશને ફોટો સેશન
  • બ્રેઈન સ્ટ્રોકના મહિલા દર્દીના ચાલુ ઓપરેશને ફોટા પાડ્યા
  • તબીબોએ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા
  • ગંભીર ઘટના બહાર આવતા ઉચ્ચ તબીબો ચોંકી ઉઠ્યા

Jamnagar News : જામનગરમાં આવેલી સૌરાષ્ટ્રની સૌથી મોટી જી.જી. હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. જી.જી. હોસ્પિટલમાં‎ ચાલુ ઓપરેશને ફોટો સેશન કરી‎ તેને સોશિયલ મીડિયામાં વાયરલ‎ કરનાર 2 ડોક્ટરોના કરતૂત બહાર‎ આવતા ચકચાર ગઈ છે. આ ગંભીર ઘટના બહાર આવતા ઉચ્ચ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. ઉલ્લેખનીય છે કે,‎મેડિકલના નિયમ મુજબ આવી રીતે‎ ચાલુ ઓપરેશનના ફોટા મૂકી‎ શકાતા કે પાડી શકાતા નથી.

Untitled 28 1 જી.જી. હોસ્પિટલના ડોકટરોની મોટી બેદરકારી, ચાલુ ઓપરેશને દર્દીના ફોટા પાડી કર્યા વાયરલ

આ અંગે મળતી માહિતી અનુસાર, 4 દિવસ પહેલા એક‎ મહિલાને બ્રેઈન સ્ટ્રોકનો હુમલો ‎આવતા ગંભીર હાલતમાં તેણીને‎ જી.જી.‎હોસ્પિટલમાં ખસેડવામાં‎ આવી હતી. જ્યાં મોડી રાત્રે તેના પર સર્જરી કરવામાં આવી હતી. દરમિયાન ન્યૂરોસર્જન તથા તબીબની ટીમ દ્વારા ચાલુ ઓપરેશને જ મહિલાનું મગજ ખુલેલી હાલતમાં રાખી સાથે પોતાના ફોટો પડાવ્યા હતા અને ઓપરેશન સફળ થયું હોવાના ચિહ્નો બતાવ્યા હતા.

તબીબે આ બાદ ઓપરેશન થિયેટરમાં કરેલા ફોટો સેશનને સોશિયલ મીડિયા પર મુક્યા હતા. જે બહાર આવતા હોબાળો મચી ગયો હતો. એમસીઆઈની એથીક્સ રેગ્યુલેશન 7.17નું આ કૃત્ય ઉલ્લંઘન કરે છે. જે તબીબી પ્રેક્ટિસનરોને યોગ્ય સંમતિ‎વિના દર્દીના ફોટોગ્રાફ્સ કે કેસ પ્રકાશિત કરવા પર પ્રતિબંધ કરે છે. આ કિસ્સામાં દર્દીનો ગોપનીયતાનો ભંગ‎જ નથી કર્યો પરંતુ તેનો જીવ પણ જોખમમાં મૂક્યો છે.‎

આ પણ વાંચો:માત્ર 5 ચોપડી જ ભણેલા વ્યકિતએ કર્યું એટલું મોટું કૌભાંડ કે તે જાણીને પોલીસ પણ…

આ પણ વાંચો:એક દંપતિ પાસેથી બળજરીપૂર્વક રૂ.ની વસૂલી મામલે હાઇકોર્ટની મહત્વની ટિપ્પણી, કહ્યું, રક્ષક જ ભક્ષક….

આ પણ વાંચો:ડિસામાં લજવાઈ કળિયુગી માંની મમતા, વાંચીને તમે પણ રડી પડશો

આ પણ વાંચો:વૃદ્ધાવસ્થામાં પોતાના ઘરની કામવાળીની સેવા કરી રહ્યું છે સુરતનું આ પટેલ દંપતી