IPL 2023/ મુંબઈએ હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો,કેમરૂન ગ્રીને રમી તોફાની ઇનિંગ્સ

મુંબઈએ હૈદરાબાદ સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન (અણનમ 64)એ તોફાની ઇનિંગ રમી હતી

Top Stories Sports
8 2 2 મુંબઈએ હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો,કેમરૂન ગ્રીને રમી તોફાની ઇનિંગ્સ

IPL 2023માં મંગળવારે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને મુંબઈ ઈન્ડિયન્સ (MI) વચ્ચે ટક્કર થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની 25મી મેચ છે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં SRH અને MI સામસામે છે. મુંબઈએ હૈદરાબાદ સામે 193 રનનો લક્ષ્યાંક રાખ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 192 રન બનાવ્યા હતા. કેમરૂન ગ્રીન (અણનમ 64)એ તોફાની ઇનિંગ રમી હતી.

ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈએ સ્થિર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 41 રન જોડ્યા હતા. રોહિત 18 બોલમાં 28 રન બનાવીને પાંચમી ઓવરમાં ટી નટરાજનનો શિકાર બન્યો હતો. ઈશાને કેમેરોન ગ્રીન સાથે બીજી વિકેટ માટે 46 રનની ભાગીદારી કરી હતી. માર્કો જેન્સને 12મી ઓવરના પહેલા બોલ પર ઈશાનની ઇનિંગ્સનો અંત લાવ્યો હતો. તેણે 31 બોલમાં 38 રન બનાવ્યા હતા. જેન્સને એ જ ઓવરના પાંચમા બોલ પર સૂર્યકુમાર યાદવ (7)ને પોતાની જાળમાં ફસાવી દીધો હતો. ગ્રીને ચોથી વિકેટ માટે તિલક વર્મા (17 બોલમાં 37) સાથે 56 રનની ભાગીદારી કરી હતી. વર્માને 17મી ઓવરમાં ભુવનેશ્વરે આઉટ કર્યો હતો. ગ્રીને ટિમ ડેવિડ (11 બોલમાં 16) સાથે પાંચમી વિકેટ માટે 41 રનની ભાગીદારી કરી હતી. ડેવિડ છેલ્લી ઓવરના છેલ્લા બોલ પર રન આઉટ થયો હતો. ગ્રીન 40 બોલમાં 64 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ તેની પ્રથમ આઈપીએલ ફિફ્ટી છે.