Dahod/ ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

દાહોદ તાલુકાના રાછરડા ગામના ગામતળ ફળીયામાં રહેતા ૪૬ વર્ષીય આધેડના મોબાઈલ ફોન ઉપર એક મહિલા સહિત ત્રણ જણા અવારનવાર સાદા કોલ તથા whatsapp કોલ કરી અલગ અલગ રકમની માંગણી કરી,

Gujarat Others
YouTube Thumbnail 39 ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી

Dahod News: નડિયાદ જિલ્લાના સંતરામ નગર મંજીપુરા રોડના મૂળ રહેવાસી અને હાલમાં દાહોદ તાલુકાના ગલાલીયાવાડ મહુડી ઝોલા ફળિયા યમુના પાર્ક સોસાયટીના રહેવાસી ધવલ રમેશચંદ્ર પરમારે તેમજ તેનો સાથી મિત્ર અનિલ અશોક પરમાર રહેવાસી મોટા ડબગરવાડ પાસેથી દાહોદ જિલ્લામાં રહેતા એક વ્યક્તિના પત્નીના ન્યુડ વિડિયો ફોટો મોબાઈલ ફોન મારફતે લીધા હતા ઉપરોક્ત ફરિયાદીની પત્નીના ન્યુડ વિડિયો તેમના જ કૌટુંબિક મોનાલીબેન ઉર્ફે મોના બામણ ના મોબાઈલ માંથી ઝેન્ડર મારફતે લીધા હતા અને ઉપરોક્ત ત્રણેય ત્રિપુટી એ દાહોદ જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત ખંડણી માંગવાનો ગુનો આચરતા જિલ્લામાં ચકચાર મચી જવા પામી હતી ઉપરોક્ત ધવલ પરમારે ફરિયાદીની પત્નીના ન્યુડ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવા માટેની ધમકી આપવા અને પોતે પકડાઈ ન જાય તેની ખૂબ જ કાળજી રાખી હતી.

ઉપરોક્ત બંને આરોપીઓ દાહોદ શહેરની મોબાઇલ ફોનની દુકાનમાં રીપેરીંગનું કામ પણ કરતા હોય ઇન્ટરનેટની જાણકારી ધરાવતા ભેજાબાજોએ ફરિયાદીને યેનકેન પ્રકારે whatsapp કોલિંગ તેમજ અન્ય પાડોશીઓના વાઇફાઇ કનેક્ટિવિટી તેમજ જુદા જુદા મોબાઈલ નંબરો જુદા જુદા whatsapp કોલિંગ મારફતે ફરિયાદીનો કોન્ટેક્ટ કરી 90 લાખ રૂપિયાની ખંડણી માંગી હતી ત્યારબાદ રકઝક કરતા 50 લાખ અને ૩૦ લાખ સુધી આ ખંડણીની રકમની માંગણી પહોંચી ગઈ હતી ઉપરોક્ત ખંડણી ખોરોથી ત્રાસી ગયેલા ફરિયાદીએ દાહોદ એસપી ડૉ રાજદીપસિંહ ઝાલા પાસે મદદની ગુહાર લગાવી હતી અને ત્યારબાદ શરૂ થયો આ સ્માર્ટ ખંડણીખોર અને સાયબર સેલની ટીમનો પકડદાવ ફિલ્મી ઢબે શરૂ થયો હતો.

જેમાં દાહોદ જિલ્લા પોલીસવડા ડૉ રાજદીપસિંહ ઝાલા પોતે સાયબર ક્રાઇમ ડિટેકશનમાં નિષ્ણાત હોવાથી તેઓના માર્ગદર્શનમાં સાયબર સેલના પી.આઈ દિગ્વિજયસિંહ પઢીયાર પીએસઆઇ ભરત પરમાર અને અન્ય 8 થી વધુ પોલીસ કર્મચારીઓની ટીમે whatsapp ની ટીમની મદદ મેળવી હતી જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત ખંડણી ખોરો જુદા જુદા મોબાઈલ સીમ નંબરો અને જુદા જુદા whatsapp નંબરોના માધ્યમ થકી ખંડણી માંગી રહ્યા હતા.

ટેકનિકલ બાબતે આ ખંડણી ખોરોને પકડવા ખૂબ જ મુશ્કેલ હતા અને પોલીસ માટે ચેલેન્જ સમાન હતું પરંતુ વારંવાર ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસને હાથ તાળી આપી ફરિયાદીને એક તરફી ખંડણી માગી રહેલા ઉપરોક્ત ત્રિપુટીએ તેમના આડોસ પાડોશના ફ્રી વાઇફાઇની કનેક્ટિવિટીનો ભરપૂર ઉપયોગ કરી તેમજ અકસ્માત સમયે મેળવેલા મોબાઈલ નંબરના સીમો અને મોબાઈલ રીપેરીંગમાં આવેલા ગ્રાહકોના સીમો થકી ખંડણી માંગવાનું કામ ચાલુ રાખ્યું હતું પરંતુ બીજી તરફ એસપી ડૉ રાજદીપસિંહ ઝાલાના નિર્દેશનમાં સાયબર સેલની ટીમે વેષ પલટો કરી છટકુ ગોઠવી છ કલાકની ભારે જહેમતે ઉપરોક્ત ખંડની ખોર ત્રિપુટીને ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી

સગા સંબંધીની મોબાઈલની દુકાનમાં કામ કરતા બન્ને આરોપીએ ગ્રાહકોના મોબાઈલ તેમજ સીમકાર્ડનો ખંડણીના ગુનામાં ઉપયોગ કરયો હતો

ફરિયાદી પાસેથી લાખો રૂપિયાની ખંડણી માંગનાર બન્ને આરોપી સગા સંબંધીની મોબાઈલની દુકાનમાં કામ કરતા હતા ઉપરોક્ત ધવલ પરમાર અને અનીલ પરમાર મોબાઈલની દુકાનમાં કામ કરતા હોવાથી ટેક્નોલોજીના જાણકાર હોવાથી તેઓએ આ ગુનામાં પોતાના કોઈ પણ ઇન્સ્ટયુમેન્ટનો ઉપયોગ કર્યો ન હતો તેઓએ મોબાઈલની દુકાનમાં રીપેરીંગમાં આવેલા મોબાઈલ ફોન અને રસ્તામાંથી મળી આવેલા મોબાઈલ ફોન તેમજ સીમકાર્ડનો ભરપૂર ઉપયોગ કરી ખંડણી માંગવાનો ગુનો આચર્યો હતો

ભેજાબાજોએ ફરિયાદીના નામે ખોટો જીમેલ એકાઉન્ટ બનાવી સોશિયલ મીડિયામાં સગા સંબંધીઓને સ્ક્રિનશોટ મોકલી બ્લેકમેલ કર્યા

ઉપરોક્ત ખંડણીખોર ત્રિપુટીએ ફરિયાદીને બ્લેકમેલ કરવા માટે કોઈપણ કસર બાકી છોડી ન હતી ધવલ પરમારે ફરિયાદીના નામે ફેક જીમેલ એકાઉન્ટ બનાવી તે જીમેલ એકાઉન્ટ મારફતે વોટ્સઅપ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક જેવા સોશિયલ મીડિયાના એકાઉન્ટ બનાવી ફરિયાદીના સગા સંબંધી અને પરીવાર જનો તેમજ મિત્રોના સંપર્કમાં આવ્યા હતા અને ફરિયાદીને તેમનાજ સગા સંબંધીઓ અને મિત્રોના સોશિયલ મીડિયાના સ્ક્રિનશોટ મોકલી ખંડણી માટે બ્લેક મેલ કરી રહ્યા હતા

નેટફ્લિક્સ પર ચાલતી સાયબર હેલ્થ વેબ સિરીઝને અનુસરીને ગુના આચરવામાં ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો

ખંડણી ખોરોએ ગુના આચરવામાં નેટ ફ્લિક્સ પર ચાલતી વેબ સાયબર હેલ્થ ફિલ્મ નિહાળી હતી તેમાં દર્શાવેલા પાત્રોનો મગજમાં ઉપયોગ કરી ટેકનીલોજીનો કેવી રીતે અને કઈ રીતે ઉપયોગ કરવો તે અંગેનો ભરપૂર અભ્યાસ કરી આ ખંડણીના ગુનામાં જેમ સાયબર હેલ્થ ફિલ્મમાં દર્શાવેલા પાત્રોનું અનુસરણ કરી પોલીસના હાથે પકડાઈ ન જાય અને પોલીસથી કઈ રીતે બચી શકાય તે માટે આ સમગ્ર ખંડણી ખોરની ઘટનાને અંજામ કઈ રીતે આપી શકાય તે માટે ઉક્તિ પ્રતિ યુક્તિ ત્રિપુટીએ અજમાવી હતી

સાયબર ક્રાઈમ ડિટેક્શનમાં એક્સપર્ટ ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સાયબર સેલની 10 લોકોની ટીમે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું…

ફરિયાદી પાસે ખંડણી માંગનાર ઇન્ટરનેટ ટેન્કનૉલોજીનો ભરપૂર ઉપયોગ કરનાર ભેજા બાજોને પકડવા પોલીસ માટે ચેલેંજીગ ભૂમિકા હતી પરંતુ સાઈબર ક્રાઈમ ડિટેક્શનમાં એક્સપર્ટ રહેલા એસપી ડૉ રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શનમાં 10 લોકોની ટીમ બનાવવામાં આવી હતી આ ટીમોને જે જગ્યાએ ખંડણી ખોરો પૈસા લેવા આવવાના હતા તે સ્થળ પર અમુક પોલીસ કર્મીઓને કપલ તરીકે તેમજ શાકભાજી વાળો દૂધ વેચવા વાળાના શ્વાંન્ગ રચી છટકું ગોઠવ્યું હતું અને 6 કલાકની તપસ્યા કર્યા બાદ હવે અહીંયા કોઈ પોલીસ નથી અમે અહીંયા આ ઓપરેશન પાર પાડી દઈશું તેવું માની બેઠેલા ખંડણી ખોર જેવા ખંડણીની રકમ સ્વીકારવા આવ્યા ત્યારે એક પણ પળનો વિલંબ કર્યા વગર સાયબર સેલની ટીમે ઉપરોક્ત ખંડણી ખોરની ટીમને દબોચી લીધી હતી.


whatsapp ad White Font big size 2 4 ખંડણીખોર પર ત્રાટકતી દાહોદ પોલીસ, મહિલાને ન્યૂડ વીડિયો વાયરલ કરવાની ધમકી માગી 90 લાખની ખંડણી


આ પણ વાંચો:‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

આ પણ વાંચો:સુરતમાં બન્યો હાઈ-સ્પીડ રેલનો પ્રથમ સ્ટીલ બ્રિજ

આ પણ વાંચો:સુરતમાં ધારાસભ્યએ માથાભારે બિલ્ડર વિરુદ્ધ પોલીસ કમિશનરને પત્ર લખ્યો

આ પણ વાંચો:રિપેરિંગને લઈ શાસ્ત્રી બ્રિજ 5 મહિના બંધ, ડાઈવર્ઝન અંગે ટૂંકમાં નિર્ણય