વડોદરા/ ‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

વડોદરા શહેર SOGને બાતમી મળી હતી કે દશરથ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ વધી છે. નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા હોય તેવી પણ આશંકા હતી.

Top Stories Gujarat Vadodara
YouTube Thumbnail 32 ‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ

Vadodara News: ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી ડ્રગનો મોટો જથ્થો પકડાવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે.  ત્યારે વડોદરા SOG પોલીસે 5.15 લાખ રૂપિયાની કિંમતનો 60 મિલી ગ્રામ હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપીને ઝડપ્યો છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેર SOGને બાતમી મળી હતી કે દશરથ ગામમાં છેલ્લા કેટલાક દિવસથી અમુક શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ વધી છે. નશાકારક પદાર્થોની હેરાફેરી કરતા હોય તેવી પણ આશંકા હતી. વડોદરા શહેર SOG દ્વારા પોતાના બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યા હતા અને એક મહિનાથી સતત નજર રાખવામાં આવી રહી હતી. અહીંથી અવરજવર કરતા લોકોનો પીછો પણ કરવામાં આવી રહ્યો હતો.

આરોપી આજે સવારે જ પંજાબથી ડ્રગ્સ લઈને વડોદરા આવ્યો હતો. જેથી એસઓજીની ટીમે સુરમ્ય હાઇટ્સમાં આવેલ સી -103 નમ્બરના મકાનને ઘેરી લીધું હતું અને ઘરમાં સર્ચ કરીને 103 ગ્રામ હેરોઇન ઝડપી પાડ્યું હતું. એફએસએલ તથા અન્ય સંબંધિત એજન્સીઓને પણ સાથે રાખવામાં આવી હતી. SOGએ હેરોઇનના જથ્થા સાથે કુલદીપસિંગ ગુરૂદયાલસિંગ રંધાવા (ઉ.47)ની ધરપકડ કરી હતી.

SOG પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ માદક પર્દાથ હેરોઇનનો જથ્થો પંજાબ ખાતેથી લાવી સુખરાજબિરસિંધ ભટ્ટી તથા પોતે કુલદિપસિંધ ઉર્ફે બિટ્ટ ગુરૂદયાલસિંઘ રંધાવા પોતાના રહેંણાક મકાનમાં છુટકથી વેચાણ કરવા કરતો હોવાની કબૂલાત કરી હતી. SOG પોલીસે આરોપીની ધરપકડ કરી અને અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરી તમામ આરોપીઓ વિરુધ્ધમાં છાણી પોલીસ મથક ખાતે એન.ડી.પી.એસ. એકટ હેઠળ ગુનો નોંધવી માદક પદાર્થ હેરોઈનની હેરાફેરી તેમજ વેચાણના નેટવર્ક અંગેની વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ‘ઉડતા વડોદરા’ બનાવવા હેરોઈન લાવનાર શખ્સની ધરપકડ


આ પણ વાંચો:દીમાંથી પસાર થઈ રહી છે ડાયમંડ ઇન્ડસ્ટ્રી, જાણો શું કહ્યું સુરત ડાયમંડ એસોસિએશને

આ પણ વાંચો: જેતપુરમાં રોડ પર સિક્કાનો વરસાદ, વીણવા લોકોની પડાપડી

આ પણ વાંચો:સુરતની સ્મીમેર હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીને આપના કોર્પોરેટરે તમાચો માર્યો

આ પણ વાંચો:લાલો લોભે લૂંટાય..! માય હેપ્પી લોનના નામે લાખોનું કૌભાંડ