Gujrat Crime/ તાપી જિલ્લામાંથી ઝડપાયો લાંચિયો પશુધન નિરીક્ષક, ACBએ છટકુ ગોઠવીને કરી પશુધન નિરીક્ષકની ધરપકડ

તાપી જિલ્લામાંથી પશુધન નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો. પશુપાલકની ફરિયાદ પર ACBએ છટકુ ગોઠવી પશુધન નિરીક્ષકને લાંચ લેતા ઝડપ્યો.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 02 29T100825.442 તાપી જિલ્લામાંથી ઝડપાયો લાંચિયો પશુધન નિરીક્ષક, ACBએ છટકુ ગોઠવીને કરી પશુધન નિરીક્ષકની ધરપકડ

તાપી જિલ્લામાંથી પશુધન નિરીક્ષક લાંચ લેતા ઝડપાયો. આ પશુધન નિરીક્ષક સોનગઢના સિંગાપુર ખાતે આવેલ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાં કામગીરી કરી છે. પોલીસને પશુધન નિરીક્ષક લાંચ લેતો હોવાની બાતમી મળી. આથી ACBએ છટકુ ગોઠવી નિરીક્ષકને ગતરોજ વ્યારા જનક હોસ્પિટલ પાસેના પેટ્રોલ પંપ પાસે બોલાવ્યો. ત્યારે અગાઉથી ત્યાં તેમના માણસો હતા જેમની પાસેથી આ પશુધન નિરીક્ષકે 10 હજારની લાંચ સ્વીકારી. ACBએ કિરણકુમાર ચૌધરી નામના પશુધન નિરીક્ષકને ઝડપ્યો.

ACBની એક પશુપાલનનો વ્યવસાય કરનાર પશુપાલક તરફી ફરિયાદ મળી હતી કે પશુ સારવાર કેન્દ્રમાં કામગીરી કરી રહેલ કિરણકુમાર ચૌધરી કામ કઢાવવા માટે લાંચ લે છે. પશુધન નિરીક્ષક કિરણ ચૌધરી સરકારી યોજનામાં પ્રમાણપત્ર આપવા લાંચ લેતા હતા. આ મામલે પોલીસે પોતાના માણસો મૂકી છટકું ગોઠવી પશુધન નિરીક્ષકને પોલીસ ટ્રેપમાં ફસાવ્યો.

પશુપાલનનો વ્યવસાય કરનાર પશુપાલક 2022-23માં અનુસૂચિત જનજાતિના છે. તેમણે સરકારની મહિલા લાભાર્થીની એક યોજના હેઠળ પોતાની પત્નીના નામે આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી હતી. સરકારની આ યોજના મુજબ લાભાર્થીને આ યોજનામાં બકરા ખરીદવા માટે સરકાર તરફથી 50 ટકા સબસીડી આપવામાં આવે છે. આ યોજનામાં પશુધન નિરીક્ષક પાસેથી બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર લેવાનું હોય છે. આ પ્રમાણપત્ર આપવા પર પશુધન નિરીક્ષકે ફરિયાદી પાસે સૌ પ્રથમ 28,000 રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ ફરિયાદીએ વધુ પૈસા ના હોવાથી અંતે 10,000 રૂપિયાનું નક્કી થયું. જો કે ફરિયાદી ઇમાનદાર હોવાથી તે પશુધન નિરીક્ષકને લાંચના રૂપિયા આપવા માંગતા ન હોવાથી ACB પોલીસનો સંપર્ક કર્યો. અને ACB એ પશુપાલકની ફરિયાદ પર પશુપાલકને પકડવા છટકું ગોઠવી 10 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો. આ મામલે પોલીસ વધુ પૂછપરછ કરશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે! જાણો ગુજરાતમાં ટિકિટના દાવેદાર કોણ છે

આ પણ વાંચો:છેલ્લા ત્રણ વર્ષમાં 25 હજારથી વધુ લોકોએ કર્યો આપઘાત, જેમાંથી લગભગ 500 છે વિદ્યાર્થીઓ

આ પણ વાંચો:ગોપાલજી મંદિરની જમીન પર પાપીઓનો કબજો, ટ્રસ્ટે કરી ગૃહમંત્રીને ન્યાય માટે અરજી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા