Not Set/ દ્વારકામાં બનાવાશે નવી ‘એર સ્ટ્રિપ’: કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા

અમદાવાદ: ગુજરાતમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગની સુવિધા વધારવા માટે દ્વારકા જિલ્લામાં ‘એર સ્ટ્રિપ’ બનાવવા માટે પસદ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર જવાનપર-દત્રાણા ગામ વચ્ચે પાંચ કિમીની ઇમરજન્‍સી લેન્‍ડિંગ માટે આ ‘એર સ્ટ્રિપ’ તૈયાર કરવામાં આવી રહી હોવાનું શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું. ભારત સરકાર દ્વારા દેશના […]

Top Stories Gujarat Others Trending
New 'Air Strip' will be made in Dwarka: Union Minister Mansukh Mandviya

અમદાવાદ: ગુજરાતમાં ઇમરજન્‍સી લેન્‍ડિંગની સુવિધા વધારવા માટે દ્વારકા જિલ્લામાં ‘એર સ્ટ્રિપ’ બનાવવા માટે પસદ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર જવાનપર-દત્રાણા ગામ વચ્ચે પાંચ કિમીની ઇમરજન્‍સી લેન્‍ડિંગ માટે આ ‘એર સ્ટ્રિપ’ તૈયાર કરવામાં આવી રહી હોવાનું શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે વિભાગના કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

New 'Air Strip' will be made in Dwarka: Union Minister Mansukh Mandviya
mantavyanews.com

ભારત સરકાર દ્વારા દેશના વિવિધ નેશનલ હાઇવે અને રાજ્યના માર્ગો પર ઇમરજન્‍સી લેન્‍ડિંગની સુવિધા ઊભી કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં દ્વારકાને પસંદ કરવામાં આવ્યું છે તેમ પણ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું.

ખંભાળિયા-લીંબડી નેશનલ હાઈવે પર કામગીરી શરૂ

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા-લીંબડી નેશનલ હાઇવે પર ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્‍ચે પાંચ કિ.મી. લંબાઇની ઇમરજન્‍સી લેન્‍ડિંગ સ્‍ટ્રિપ બનાવવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ‘એર સ્ટ્રિપ’નો અંદાજીત ખર્ચ રૂપિયા 83.66 કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ ઇમરજન્‍સી લેન્‍ડિંગ ‘એર સ્‍ટ્રિપ’ બનશે. દેશમાં જે અગિયાર (11) જગ્‍યા પર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા જે ઇમરજન્‍સી લેન્‍ડિંગ સ્‍ટ્રિપ બનાવવાની છે, જેમાં ગુજરાત, રાજસ્‍થાન, બંગાળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, જમ્‍મુ કાશ્‍મીર, ઓડીસાનો સમાવેશ થાય છે.

શા માટે બનાવાય છે આ ‘એર સ્ટ્રિપ’

New 'Air Strip' will be made in Dwarka: Union Minister Mansukh Mandviya
mantavyanews.com

માલસામાન અને જીવન જરૂરી ચીજવસ્‍તુઓના પરિવહન તેમજ સૈન્‍ય સંચાલન માટે રોડ અને રેલ માર્ગો પર મુખ્‍ય આધાર છે. પરંતુ કુદરતી આફતો અને ઈમરજન્સીમાં રોડ અને રેલ વ્યવહાર ખોરવાઇ જાય છે, ત્‍યારે એક માત્ર હવાઇમાર્ગ આખરી વિકલ્‍પ બની શકે છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગોમાં જ્યારે ઈમરજન્સીમાં રાહત સહાય કે મદદ પહોંચાડવી હોય ત્યારે હવાઇ સેવા જ એકમાત્ર વિકલ્‍પ હોય છે. પરંતુ ‘ઇમરજન્‍સી લેન્‍ડિંગ’ની સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે.

આ ‘એર સ્ટ્રિપ’ની વ્યવસ્થા કેવી હશે?

ઇમરજન્‍સી લેન્‍ડિંગ માટે બનાવવામાં આવનાર આ ‘એર સ્ટ્રિપ’ માટે ડિઝાઇન તથા જરૂરી સુવિધાઓ માટે સ્‍ટાન્‍ડર્ડ ડિઝાઇન બનાવવામાં આવેલા છે. આ ડિઝાઇન અનુસાર આ ‘એર સ્ટ્રિપ’માં ચાર હવાઇયાન માટે પાર્કિંગ સ્‍લોટ, એક એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, એર સ્‍ટ્રિપનાં બંને છેડે ફાટક બનાવવામાં આવશે. આ ઉપરાંત એર સ્‍ટ્રિપની બંન્ને સાઇડ પર આવેલા વીજળીના થાંભલા, મોબાઇલ ટાવરો અને વૃક્ષો વગેરેને દૂર કરવામાં આવશે. આશરે પાંચથી છ કિ.મી. લંબાઇની આ એર સ્‍ટ્રિપમાં રોડ વચ્‍ચે ડિવાઇડર રાખવામાં આવશે નહીં. આ 60 મીટર પહોળા રોડમાં બંને બાજુ મળીને 33 મીટર જેટલો સિમેન્‍ટ કોંક્રિટ રોડ બનાવવામાં આવશે.