Not Set/ કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની છે

કાશ્મીરના આઇજીપી વિજ્ય કુમારે કહ્યું કે કુલગામમાં એનકાઉન્ટરરમાં માર્યો ગયેલો આતંકવાદી ઉસ્માન છે જે એક પાકિસ્તાની છે

Top Stories
kashmir કાશ્મીરમાં એન્કાઉન્ટરમાં માર્યો ગયેલો આતંકવાદી પાકિસ્તાની છે

પાકિસ્તાન તેની નાપાક હરકતો હજી પણ ચાલું જ છે, સરહદ પારથી આતંકવાદી મોકલવાનું બંધ કર્યું નથી.આતંકવાદીઓએ જમ્મુ કાશ્મીરના રાષ્ટ્રીય રાજમાર્ગ પર હુમલાની યોજના બનાવવામાં આવી હતી પરતું તે સુરક્ષા કર્મીઓએ નિષ્ફળ બનાવી છે.આ દરમિયાન એન્કાઉન્ટરમાં પાકિસ્તાની આતંકવાદી માર્યો ગયો છે. કાશ્મીરના આઇજીપી વિજ્ય કુમારે કહ્યું કે કુલગામમાં એનકાઉન્ટરરમાં માર્યો ગયેલો આતંકવાદી ઉસ્માન છે જે એક પાકિસ્તાની છે અને એ જેએમ સંગઠનના પ્રમુખ લંબુનો સાથી હતો . લંબુ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેમણે વધુમાં કહ્યું કે ઉસ્માનનો પાકિસાની હોવું એ બીએસએફના કાફલા પર સંલિપ્તતાનો પ્રમાણ છે.કાશ્મીરના આઇજીપી વિજ્ય કુમારે કહ્યું કે કુલગામમાં એનકાઉન્ટરરમાં માર્યો ગયેલો આતંકવાદી ઉસ્માન છે જે એક પાકિસ્તાની છે

તેમણે કહ્યું હતું કે, રાતભર એન્કાઉન્ટર ચાલ્યો હતો એક મકાનની પાછળ છુપાયેલા બે આતંકવાદીઓ દ્વારા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ પર બીએસએફના કાફલા પર અંધધુંધ ગોળીબારી શરૂ કરી હતી.પોલીસના પ્રવકતાએ કહ્યું હતું કે કુલગામના માલપોરા મીર બજાર વિસ્તાર પાસે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ત્રણ કલાકે આતંકવાદીઓએ બીએસએફના કાફલા પર ગોળીબાર કર્યો હતો.જેના જવાબમાં પોલીસ અને સુરક્ષા દળો ના એક આરઓપી (સડક ખોલનાર દળ)એ ફાયરિંગ કરી હતી .આ હુમલામાં કોઇ નુકશાન થયું ન હતું. તેમણે વધુમાં કહ્યું કે પોલીસ અને સેનાના જવાનો તરત ઘટના સ્થળે પહોચીને વિસ્તારને ઘેરી લીધો હતો.

આઇજીપીએ જણાવ્યું હતું કે અમને જાણકારી મળી હતી કે આતંકવાદીઓ બારામૂલા શ્રીનગર રોડ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. તેમણે કહ્યું કે એના લીધે પોલીસ અને સુરક્ષા દળ તૈયાર હતા,જેના લીધે આતંકવાદીઓ ભાગી શક્યા નહી. બીએસએફના કાફલાે જઇ રહ્યો હતો ત્યારે બે આતંકવાદીઓ એક વિશાળ ઇમારત પરથી ગોળીબાર શરૂ કરી દીધો પરતું કોઇ જાનહાનિ અમારી થઇ ન હતી ,અમે રોકેટ લોન્ચરનો ઉપયોગ કર્યો હતો જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો.તેમણે વધુમાં કહ્યું હતું કે અંધારામાં તપાસ કરવી મુશકેલ હતી પરતું સવારે એક પાકિસ્તાની આતંકવાદીની લાશ મળી આવી હતી ,તેની ઓળખ ઉસ્માન તરીકે થઇ છે. તેની  પાસેથી ભારી માત્રામાં વિસ્ફોટક સામગ્ર મળી આવી હતી જેમાં અનેક હથિયાર ગોળા બારૂદ અને એકે 47 બંદૂકનો સમાવેશ થાય છે.