Not Set/ રેલ્વે નો નવો તુક્કો: હવે લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં શોપિંગ કરી શકાશે

અમદાવાદ: રેલ્વેની લાંબી મુસાફરીમાં તમને કંટાળો આવે છે?  તો હવે તમારે ગભરાવાની જરાય જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથીરેલ્વે દ્વારા લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મધ્ય અને પશ્ચિમ રેલ્વે દ્વારા તેમની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, […]

Top Stories India Trending Business
New Idea of Railway: Now shopping in a long distance premium trains

અમદાવાદ: રેલ્વેની લાંબી મુસાફરીમાં તમને કંટાળો આવે છે?  તો હવે તમારે ગભરાવાની જરાય જરૂર નથી. આગામી ડિસેમ્બર મહિનાથીરેલ્વે દ્વારા લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં તમે તમારા પ્રવાસના સમય દરમિયાન જ શોપિંગ કરી શકો તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મધ્ય અને પશ્ચિમ રેલ્વે દ્વારા તેમની લાંબા અંતરની પ્રીમિયમ ટ્રેનમાં પરફ્યુમ્સ, બેગ્સ, વોચીસ તેમજ અન્ય ચીજવસ્તુઓનું મુસાફરી દરમિયાન વેચાણ કરવાનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.

રેલ્વે મંત્રાલય દ્વારા ઝોનલ રેલ્વેને ટિકિટ ઉપરાંત 1200 કરોડ રૂપિયાની ઉપજ કરવાનું કહેવામાં આવ્યું છે. જેના કારણે રેલ્વે દ્વારા ઉપરોક્ત ચીજ વસ્તુઓનું વેચાણ કરીને તેમાંથી વાર્ષિક આવકમાં વધારો કરવાની વિચારણા ચાલી રહી છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા વેચાણકર્તાઓ માટેના ટેન્ડર મંગાવવામાં આવ્યા છે અને તેને સપ્ટેમ્બર માસમાં ખોલવામાં આવશે. એટલું જ નહી ડિસેમ્બર મહિનાથી શતાબ્દી ટ્રેનમાં આવી ચીજવસ્તુઓનું વેચાણ શરૂ કરી દેવાનું તેમનું લક્ષ્ય છે.

જ્યારે મધ્ય રેલ્વે દ્વારા ઓક્ટોબર મહિનાથી જ કોણાર્ક એક્સપ્રેસ, ચેન્નઈ એક્સપ્રેસ અને એર્નાકુલમ -હઝરત નિઝામુદ્દીન, દુરંતોના એ.સી. કોચમાં ‘ઓન-બોર્ડ સેલ’ કરવા માટેની વિચારણા ચાલી રહી છે.

રેલ્વેના અધિકારીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, બહારગામની ટ્રેનોમાં ગ્રાહકોની જરૂરિયાતની વસ્તુઓના શોપિંગ પરથી અમને વધુ ખ્યાલ આવશે કે લોકોને શું જોઈએ છે?

સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં આ અંગેના ટેન્ડરો આવકાર્ય છે અને ટ્રેનોમાં શોપિંગ અંગેની સર્વિસ અમે ડિસેમ્બર મહિનાથી શરૂ કરવાના છીએ. જ્યારે મધ્ય રેલ્વેમાં ટેન્ડરો આવવાના શરૂ થઈ ગયા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

ટ્રેનમાં વેચાણ કરવામાં આવનારી વસ્તુઓની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવશે, અને જો અમને સારો પ્રતિભાવ મળશે તો ગ્રાહકો પ્રીમિયમ કક્ષાની ટ્રેનોમાં આરામથી શોપિંગનો અનુભવ લઈ શકશે. જેવી રીતે ફ્લાઈટમાં શોપિંગ કરી શકો છો તેવી જ રીતે હવે ટ્રેનમાં પણ તમે શોપિંગ કરી શકશો.