સુરત/ સુરતમાં કોન્સ્ટેબલ માટે લાંચ લેતા શખ્સ ઝડપાયો, સમાધાન કરવાના માંગ્યા આટલા રૂપિયા

સુરતમાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ 15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 49 સુરતમાં કોન્સ્ટેબલ માટે લાંચ લેતા શખ્સ ઝડપાયો, સમાધાન કરવાના માંગ્યા આટલા રૂપિયા
  • સુરત: કોન્સ્ટેબલ વતી સાગરીત લાંચમાં પકડાયો
  • કાપોદ્રા પોલીસ મથકના કોન્સ્ટેબલે લાંચ લેવા કહ્યું
  • પોક્સોના કેસમાં સમાધાન માટે માંગી હતી લાંચ
  • સમાધાન કરવાના 15 હજાર રૂપિયા માંગ્યા હતા

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતમાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલ 15000ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો. કોન્સ્ટેબલ વધી તેમનો એક સાગરિત લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતોએસીબી પોલીસે વચેટીયાને રંગેહાથ ઝડપી પાડી પોલીસ કોન્સ્ટેબલ તેમજ વચેતટીયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત શહેરમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો. સુરતના કાપોદ્રા પોલીસ મથક હદ વિસ્તારમાં રહેતા એક ફરિયાદી યુવાનના સંબંધી પર પોકસો હેઠળની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં ચાર જેટલા લોકો લાજપોર જેલની અંદર બંધ હતા.જેથી ફરિયાદીએ ભોગ બનનાર ના પિતા સાથે સમાધાનની વાત કરવા માટે જણાવ્યું હતું. જેને લઈને કાપોદ્રા પોલીસ મથકમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયદીપ પાટીલે ફરિયાદી પાસેથી 15,000 ની માંગણી કરી હતી આ પંદર હજાર રૂપિયા માંગી ભોગ બનનારના પિતા સાથે સમાધાન કરવાની વાત કરી હતી.

ફરિયાદીને કોન્સ્ટેબલને રૂપિયા આપવા ન હોવાના કારણે તેમણે એસીબી ની ટીમને જાણ કરી હતી.અને  છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાપોદ્રા વિસ્તારમાં આવેલી સિઘ્ધકુટિર ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ના ગેટ પર પહોંચી ફરિયાદીએ પોલીસ કોન્સ્ટેબલને ફોન કર્યો હતો.ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ વધી તેમનો એક વચેટીયો સુરેશ વાઘજી હિરપરા લાંચની રકમ સ્વીકારવા માટે આવ્યો હતો.

ફરિયાદીએ સુરેશને 15000 આપ્યા તે દરમિયાન જ ત્યાં હાજર એસીબી ની ટીમે કોન્સ્ટેબલ વતી સુરેશને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ત્યારબાદ એસીબી પોલીસે કોન્સ્ટેબલ જયદીપ પાટીલ તેમજ સુરેશ હિરપરા ની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: