શરમજનક ઘટના/ સમાજ માટે કલંકિત કિસ્સો,સુરતમાં 70 વર્ષના આધેડે શ્વાન સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય

સુરત શહેરમાં એક 70 વર્ષીય આધેડે શ્વાન માદા સાથે સુષ્ટિ વિરૂદ્વનું કુત્ય કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાલ આ ઘટના ટોક ઓફ ધ સ્ટેટ બની છે

Top Stories Gujarat
10 સમાજ માટે કલંકિત કિસ્સો,સુરતમાં 70 વર્ષના આધેડે શ્વાન સાથે કર્યું સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય
  • સુરત શહેરમાં હવે શ્વાનો પણ સુરક્ષિત નથી
  • સુરત શહેરને લજવાવે તેવો કિસ્સો આવ્યો સામે
  • સુરત શહેરમાં 70 વર્ષીય આધેડે કૂતરી સાથે કર્યું સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય
  • હરેશ મારું નામનો 70 વર્ષીય આધેડ છેલ્લા ત્રણ વર્ષથી કુતરીઓ સાથે આવું કૃત્ય આચરી રહ્યો હોવાની ચર્ચા
  • નવસારી બજારમાં સ્થિત મલેક વાળીમાં બની હતી ઘટના
  • હરેશ મારુંનું કૃત્યનો સોસાયટીના રહીશોએ મોબાઈલમાં વીડિયો બનાવ્યો
  • સામાજિક સંસ્થા દ્વારા આ અંગે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં કરી છે ફરિયાદ

 

સમાજમાં વિકૃતિ ધીમે ધીમે વધી રહી છે જેના લીધે પશુ અને પ્રાણીઓ પણ સુરક્ષિત નથી. સુરતમાંથી જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેના લીધે સભ્ય સમાજ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાયો છે. સુરત શહેરમાં એક 70 વર્ષીય આધેડે શ્વાન માદા સાથે સુષ્ટિ વિરૂદ્વનું કુત્ય કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ કિસ્સો સામે આવતા સમગ્ર ગુજરાતમાં હાલ આ ઘટના ટોપ ઓફ ધ સ્ટેટ બની છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં 70 વર્ષના હરેશ નામના આધેડે એક શ્વાન સાથે સુષ્ટિ વિરૂદ્વ કૃત્ય કરતા સમગ્ર પંથકમાં તેમના તરફ ફટકારની લાગણી જોવા મળી  છે. આ ઘટના નવસારી બજારના મલેકવાળીમાં બની હતી .સોસાયટીના રહીશોએ આ આધેડનો કૃત્ય કેમેરામાં કેદ કરી લીધો હતો. તેનો વીડિયો બનાવ્યો છે. આ આધેડ વિરૂદ્વ સમાજિક સંસ્થાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.