જમ્મુ-કાશ્મીર,
કાશ્મીર ઘાટીમાં આતંકવાદીઓ વિરુધ ચલાવવામાં આવી રહેલા “ઓપરેશન ઓલઆઉટ”ના ભાગરૂપે ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. રવિવારે શોપિયાના બડીગામ ક્ષેત્રમાં સેના દ્વારા આતંકીઓ વિરુધ કરવામાં આવી રહેલા એન્કાઉન્ટરમાં ૫ આતંકવાદીઓ ઠાર માર્યા છે.
#WATCH Security forces appeal to terrorists to surrender during an going encounter in Shopian's Badigam. (Earlier visuals) #JammuAndKashmir pic.twitter.com/FdKUAsEHMl
— ANI (@ANI) May 6, 2018
હિજબુલનો ટોપ કમાન્ડર પાડરને કરાયો ઠાર
આ ઠાર કરાયેલા ૫ આતંકવાદીઓમાં આતંકી સંગઠન હિજબુલનો ટોપ કમાન્ડર સદ્દામ પાડરનો પણ સમાવેશ થાય છે જયારે કાશ્મીરની એક યુનિવર્સીટીના પ્રોફેસરમાંથી આતંકી બનેલો શખ્સ પણ શામેલ છે. બીજી બાજુ આ ટોપ કમાન્ડરને ઠાર કરાયાની સાથે જ બુરહાન વાણીની ગેંગ સમાપ્ત થઇ ચૂકી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવાર સવારથી જ સુરક્ષાબળોના જવાનો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર ચાલી રહ્યો હતો, જેમાં બપોર પહેલા સેનાએ ૫ આતંકીઓને ઠાર કરીને મોટી સફળતા મેળવી છે.
બે જવાન ઘાયલ થયા છે જયારે એક નાગરિકનું થયું મોત
આ એન્કાઉન્ટર દરમિયાન એક સ્થાનિક નાગરિકનું પણ મોત નીપજ્યું છે. જયારે ૨ જવાન ધાયલ થયા છે. આ બે ઘાયલ જવાનોમાં એક જવાન ૪૪ રાજપુતાના રાઈફલ્સનો છે અને એક SOGના પોલીસ કર્મચારી અનિલ કુમાર છે. આ બંને ઘાયલ જવાનોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રવિવારે પહેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે જણાવવામાં આવ્યું
Jammu & Kashmir: We appealed to them (terrorists) to surrender but continuous firing from inside is underway, cannot confirm the number of terrorists yet- Shailendra Mishra, SSP, Shopian on encounter underway between security forces and terrorists in Badigam pic.twitter.com/yqr8hBYbvr
— ANI (@ANI) May 6, 2018
શોપિયાના SSP દ્વારા આ એન્કાઉન્ટર દરમિયાન છુપાયેલા આતંકવાદીઓને સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ આતંકીઓ આ અનુરોધને માનવાના બદલે ફાયરિંગ શરુ કર્યું હતું.
એનકાઉન્ટરમાં ઠાર મારવામાં આવેલા આતંકીઓમાં સદ્દામની સાથે ડોકટર મોહમ્મદ રફી ભટ્ટ, બિલાલ મૌલવી અને આદિલ મલિક શામેલ છે. મારવામાં આવેલો રફી ભટ્ટએ કાશ્મીર યુનિવર્સીટીમાં પ્રોફેસર રહી ચુક્યો છે.
Encounter concluded at Badigam, Zainpora in Shopian, 5 bodies of terrorists recovered: SP Vaid, Director General of Police, Jammu & Kashmir (File pic) pic.twitter.com/CIm8FaEhyE
— ANI (@ANI) May 6, 2018
જમ્મુ-કાશ્મીરના ડીજીપી શેષ પાલ વૈધે જણાવ્યું કે, “શોપિયાના જૈનપુરા બડીગામમાં એન્કાઉન્ટર સમાપ્ત થઇ ચુક્યું છે. ઠાર કરાયેલા ૫ આતંકીઓના દેહ લઇ લેવામાં આવ્યા છે. CRPF, સેના અને રાજ્યની પોલીસના જવાનોએ શાનદાર કામ કર્યું છે”.
