અમદાવાદ/ પિતાએ ઠપતો આપતા પુત્રએ કેરોસીન છાંટી કર્યો આત્મદાહ, સળગતા યુવકને ભાઈ કે પિતાએ ન બચાવ્યો

અમદાવાદનાં ઓઢવમાં આદિનાથનગરમાં પિતાએ ધરખર્ચનાં પૈસાની અવારનવાર માંગણી કરતા તેમજ પૈસા બાબતે ઠપકો આપતા યુવકે જીવન ટુંકાવ્યુ છે.

Ahmedabad Gujarat

@ભાવેશ રાજપૂત, મંતવ્ય ન્યૂઝ – અમદાવાદ

અમદાવાદનાં ઓઢવમાં આદિનાથનગરમાં પિતાએ ધરખર્ચનાં પૈસાની અવારનવાર માંગણી કરતા તેમજ પૈસા બાબતે ઠપકો આપતા યુવકે જીવન ટુંકાવ્યુ છે. મૃતકની પત્નિ સવિતાબેન કુલાળે આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે.

ઓઢવમાં યમુનાપાર્ક આદિનાથનગરમાં રહેતા 36 વર્ષીય સવિતાબેન કુલાળે પોતાનાં સસરા નારણ કુલાળ તેમજ દિયર નિતેશ કુલાળ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પતિના આત્મહત્યા દુષપ્રેરણાની નોંધાવેલી ફરિયાદ મુજબ તે પતિ સાથે સાસુનાં મકાનમાં રહે છે, સાસુ સસરાને સંતાનમાં 3 દિકરા અને એક દિકરી છે. જેમાં મહિલાનાં પતિ તેઓનાં સૌથી મોટા દિકરા છે. 6 જાન્યુઆરી 2021 નાં રોજ મહિલાનાં સાસુ શંકુન્તલાબેનનું કોરોનાને કારણે મૃત્યુ થતા મહિલાનાં પતિએ અંતિમવિધિ માટે 50 હજાર રૂપિયાનો ખર્ચો કર્યો હતો.. સાસુના મોત બાદ મહિલાનાં સસરા નારણભાઈ કુલાળ પતિ ભાસ્કર કુલાળ તેમજ દિકર નિતેશ કુલાળ પાસે પોતાના જીવનનિર્વાહ માટે દર મહિને 4 હજાર રૂપિયાની માગ કરતા હતા. જે પૈસા મહિલાનાં પતિ પોતાનો ઓછો પગાર હોવાથી સમયસર ન આપી શકતા સસરા અવારનવાર ઠપકો આપતા હતા. મહિલાનો દિયર નિતેશ અવારનવાર સસરા નારણ કુલાળને પતિ વિરૂધ્ધ ચઢામણી કરીને પતિએ સાસુનાં બેંક ખાતામાંથી જાણ કર્યા વિના પૈસા ઉપાડી લીધા છે અને ગોલમાલ કરે છે તેવુ કહેતો હોવાથી સસરા પતિને ઠપકો આપતા હતા. 4 એપ્રિલનાં રોજ રવિવારે મહિલાનાં પતિ ઘરે હાજર હતા તે સમયે સસરા નારણ કુલાળે પતિને “તુ મને વાપરવા પૈસા કેમ નથી આપતો, તુ મકાન માલિક થઈ ગયો છે. આ મકાન હુ વેચી દેવાનો છુ અને વકીલનો બોવાવી ભાગ પાડવાના છે” તેવુ કહીને ઠપકો આપ્યો હતો.

બપોરનાં બે વાગે આસપાસ મહિલાનાં પતિ ભાસ્કર કુલાળે ઘરમાં જ પોતાનાં શરીરે કેરોસીન છાંટીને આત્મદાહ કર્યો હતો. મહિલાએ પાણીથી પતિના સળગતા શરીરને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો..તે વખતે મહિલાનાં સસરા ઘરમાં હાજર હતા અને દિયર નિતેશ ઘરની બહાર રોડ પર ઉભો હતો. જે બન્ને મહિલાના પતિને “સળગીને મરી જા તો અમારે શાંતિ થાય” તેવુ બોલતા હતા..અને પતિ સળગતા હોવા છતા બચાવવાનો પ્રયત્ન કર્યો નહતો..જે બાદ મહિલાએ 108માં જાણ કરી પતિને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડયો હતો..જ્યાં સારવાર દરમ્યાન જણાવ્યુ હતુ કે “નિતેશની ચઢામણીથી પિતાજી મમ્મીના  બેન્ક એકાઉન્ટનાં પૈસા હુ ઉપાડી વાપરી નાખેલા હોવાના ખોટા આક્ષેપ કરતા હોય ઘરમાં હું મોટો હોવા છતા માન ન હોય અને મને હડધૂત કરતા હોય અને આ નિતેશ અને પિતાજીનો રોજનો ત્રાસ સહન થતો ન હોવાથી કંટાળીને રસોડામાંથી કેરોસીન છાંટી આગ ચાપી” તેવુ જણાવ્યુ હતુ. જોકે ટુંકી સારવાર બાદ મહિલાનાં પતિ ભાસ્કર કુલાળનુ મૃત્યુ થયુ હતુ. જેથી મહિલાએ આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં સસરા નારણ કુલાળ તેમજ દિયર નિતેશ કુલાળ સામે પતિને માનસિક ત્રાસ આપીને પતિને આત્મહત્યા દુષ્પ્રેરણ કરવા બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડની તજવીજ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…