મહિલા સશક્તિકરણ અને મહિલા સુરક્ષાની વાતો કરનારી રાજ્ય સરકારનાં દાવા માત્ર પોકળ સાબિત થઈ રહ્યાં છે. દિવસેને દિવસે રાજ્યમાં છેડતી અને દુષ્કર્મની ઘટનામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે અમદાવાદમાં મહિલા સાથે તબીબે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદમાં રહેતી એક મહિલાએ સોશિયલ મીડિયા મારફતે પરિચયમાં આવેલા તબીબ પાસે માનસિક બીમારીની સારવાર લેતી હતી. સારવારના બહાને નરોડામાં હોટેલમા જઈ ડો. કનુ પટેલે મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ ડો. કનુ સાથે ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
