Gujarat News/ પ્રાથમિક શાળાઓમાં 12,000 શિક્ષકોની ભરતીની જાહેરાત,જિલ્લાફેર બદલી કેમ્પ કરવાની પ્રાથમિક શિક્ષકોની માંગ

ઘણા શિક્ષકો એવા છે જે પોતાના વતનથી 500 કિમી દૂર ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે

Top Stories Gujarat

Gujarat News : શિક્ષણ વિભાગે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 12,000 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે, જેમાં ધોરણ-1થી માં 5000 અને ધોરણ-6થી 8માં 7000 શિક્ષકોની ભરતી કરવામાં આવશે. દિવાળી પછી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવનાર છે. જો કે આ ભરતી પહેલા પ્રાથમિક શિક્ષકોએ જિલ્લાફેર બદલી કેમ્પ કરવાની સરકાર સમક્ષ માંગ કરી છે. આ અંગે શિક્ષણ સચિવ અને રાજ્યના શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.શિક્ષણ વિભાગના 11-05-2023ના નવા નિયમ (ઠરાવ)માં નવી ભરતી પહેલાં જિલ્લાફેર બદલી કેમ્પ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

પાંચ વર્ષ પછી બદલી કરવામાં આવે છે. 2014થી 2019 સુધીની ભરતી કરાયેલ શિક્ષકોને બદલીનો લાભ મળે તે માટે આવનારા સમયમાં થનાર ભરતી પહેલાં આવા શિક્ષકોને જિલ્લાફેર બદલી કેમ્પમાં બદલી કરવામાં આવે તે જરૂરી છે.કારણ કે ઘણા શિક્ષકો એવા છે જે પોતાના વતનથી 500 કિમી દૂર ઘણા વર્ષોથી ફરજ બજાવી રહ્યા છે. આવા શિક્ષકો પોતાના પરિવાર સાથે રહી શકતા નથી તેમજ વૃદ્ધ માતાપિતાની સેવા પણ કરી શકતા નથી. આથી નવી ભરતી પહેલા બદલી કરવામાં આવે અને ત્યારબાદ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે તેવી શિક્ષકો માંગ કરી રહ્યા છે.

નિયમો અનુસાર જે શિક્ષકોની બદલી થઇ શકે છે એવું શિક્ષકોએ આ ભરતી પહેલા બદલી કેમ્પ કરવા રાજ્યના શિક્ષણ મંત્રી ડો.કુબેર ડીંડોર, શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, શિક્ષણ વિભાગના સચિવ તેમજ પ્રાથમિક શિક્ષક નિયામકને પત્ર લખીને રજૂઆત કરી છે. આ સાથે હજારો શિક્ષકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને બદલી કેમ્પ કર્યા વગર નવી ભરતીનો વિરોધ કર્યો છે. મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી માનવતાવાદી અભિગમ રાખી વર્ષોથી પરિવારથી દૂર રહેનારા શિક્ષકોની નિયમો અનુસાર બદલી કરે એ જરૂરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નેતાન્યાહુના ઘર પર રોકેટથી હુમલો, ઈઝરાયેલી સેનાએ વળતો જવાબ આપ્યો, 100થી વધુના મોત

આ પણ વાંચો:ભાભીના પ્રેમમાં પાગલ દિયરે ભાઈને મોતને ઘાટ ઉતાર્યો

આ પણ વાંચો:સુરતમાં બાળક રમતા રમતા ચોથા માળેથી નીચે પટકાતા મોત