અમદાવાદઃ આપણે સામાન્ય રીતે બસ સ્ટેન્ડ પર ઘણી વખત મુસાફરો હોય તો પણ બસ ઊભી રહેતી નથી તેવું જોયું છે, સાંભળ્યું છે અને અનુભવ્યું પણ છે. કદાચ આ બાબત આપણા રોજિંદા અનુભવમાં સામેલ છે. પણ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે ટ્રેન સ્ટેશન પર ઊભી ન રહી. અમદાવાદમાં જ આવો કિસ્સો બની ગયો છે.
અમદાવાદના અસારવાથી કોટા વાયા હિંમતનગર ટ્રેનના લોકો પાયલટે ગંભીર બેદરકારી દાખવતા તે અસારવાનું સ્ટેશન પર ટ્રેન ઉભી રાખવાનું જ ભૂલી ગયો હતો. તેના પરિણામે ટ્રેન આગળ વધી ગઈ હતી. હવે જ્યારે ટ્રેનના ડ્રાઇવરને ભૂલ અંગે જાણ થઈ ત્યાં સુધીમાં તો આગળ નવું સ્ટોપેજ આવી ચૂક્યું હતું. આના લીધે અસારવા સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા મુસાફરો રઝળી પડ્યા હતા. ટ્રેનને આ રીતે ઊભા રહ્યા વગર પસાર થતી જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. ટ્રેન ઊભી ન રહેતા તેઓએ સ્ટેશન પર રીતસર હંગામો મચાવી દીધો હતો.
તેના લીધે સરદાર ગ્રામ ફ્લેગ સ્ટોપેજ પર મુસાફરો રઝળી પડતા તેઓને ટ્રેન સુધી પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી પડી હતી. એટલું જ નહી ત્યાં સુધી રખિયાલ સ્ટેશને પણ ટ્રેનને કલાક કરતાં વધારે સમય સુધી ઊભા રાખવાની ફરજ પડી હતી. પેસેન્જરોને લીધા વગર જો ટ્રેન જતી રહે તો રેલવેએ વળતર તરીકે જંગી રકમ ચૂકવવાની આવે.
તેથી રેલ્વેએ ચિતોડગઢની ડેમુ ટ્રેન દ્વારા પ્રવાસીઓને રખિયાલ સ્ટેશન પર પહોંચાડયા હતા. મુસાફરોને અહીં કોટાની ટ્રેનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અસારવા-કોટા ફાસ્ટ ટ્રેન કલાક સુધી ઊભી રહેતા ટ્રેનમાં રહેલા બીજા પ્રવાસીઓ પણ હેરાન પરેશાન થઈ ગયા હતા. અસારવાથી કોટા વાયા હિમતનગર ટ્રેન દર બુધવારે અને શનિવારે ઉપડે છે. લોકો પાયલટની ભૂલ અંગે લોકોએ રેલ્વે સત્તાવાળાઓને ફરિયાદ કરી હતી.
આ પણ વાંચોઃ ODI World Cup 2023/ રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામે એક નહીં પરંતુ અનેક મોટા રેકોર્ડ તોડ્યા!
આ પણ વાંચોઃ Hindu Temple/ પાકિસ્તાનમાં 72 વર્ષ બાદ ખુલ્યું હિંદુ મંદિર, આ વસ્તુ જોઈને લોકો આશ્ચર્યચકિત થયા
આ પણ વાંચોઃ Political/ કોંગ્રેસની મહત્વની બેઠકમાં છત્તીસગઢના CM કેન્ડી ક્રશ રમતા જોવા મળ્યા, વીડિયો થયો વાયરલ,ભાજપે માર્યો ટોણો