Not Set/ બિહારમાં ગુંડારાજ યથાવત, લાંચ ન આપતા એક કોન્ટ્રાક્ટરને આગનાં હવાલે કરાયો

બિહારમાં ગુનાના કેસો વધી રહ્યા છે. તાજેતરનો કિસ્સો રાજ્યનાં ગોપાલગંજનો છે, જ્યાં ગંડક પ્રોજેક્ટ ઓફિસમાં પ્રવેશ્યા બાદ અમુક અસામાજીક તત્વોએ એક કોન્ટ્રાક્ટરને જીવતો સળગાવી દીધો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર બિલ્ડિંગનાં બાંધકામની બાકી રકમની ચૂકવણી માટે ચીફ એન્જિનિયર પાસે ગયા હતા પરંતુ એન્જિનિયરે તેના બદલામાં લાંચ માંગી હતી. આરોપ કરવામાં આવે છે કે કોન્ટ્રાકટર લાંચ […]

Top Stories India
બિહારમાં ગુંડારાજ યથાવત, લાંચ ન આપતા એક કોન્ટ્રાક્ટરને આગનાં હવાલે કરાયો

બિહારમાં ગુનાના કેસો વધી રહ્યા છે. તાજેતરનો કિસ્સો રાજ્યનાં ગોપાલગંજનો છે, જ્યાં ગંડક પ્રોજેક્ટ ઓફિસમાં પ્રવેશ્યા બાદ અમુક અસામાજીક તત્વોએ એક કોન્ટ્રાક્ટરને જીવતો સળગાવી દીધો હતો. સુત્રોનાં જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર બિલ્ડિંગનાં બાંધકામની બાકી રકમની ચૂકવણી માટે ચીફ એન્જિનિયર પાસે ગયા હતા પરંતુ એન્જિનિયરે તેના બદલામાં લાંચ માંગી હતી. આરોપ કરવામાં આવે છે કે કોન્ટ્રાકટર લાંચ ન આપતાં ચીફ એન્જિનિયરે તેને જીવતો સળગાવી દીધો હતો.

આરોપ છે કે ચીફ એન્જિનિયર મુરલીધર સિંહ બાકીનાં નાણાં ચુકવવાનાં બદલામાં કોન્ટ્રાક્ટર રામશંકર સિંહ પાસેથી 15 લાખ રૂપિયા માંગતો હતો. જ્યારે રામશંકરસિંહે પૈસા આપવાની ના પાડી ત્યારે એન્જનિયરે તેના સાથીઓની મદદથી કોન્ટ્રાક્ટરને આગને હવાલે કરી દીધો હતો. કોન્ટ્રાક્ટરનાં 60 લાખ રૂપિયા બાકી હતા. આગ બાદ ચીફ એન્જિનિયર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. તાત્કાલિક આસપાસનાં લોકો કોન્ટ્રાક્ટરને હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

ત્યારબાદ લોકોમાં રોષ જોવા મળ્યો અને ગોપાલગંજમાં અલગ-અલગ જગ્યાએ આગ લગાવવામાં આવી. આગ લાગ્યા બાદ ચીફ એન્જનિયર અને તેનો સ્ટાફ ફરાર છે. પોલીસે હાલમાં આરોપીની શોધમાં દરોડા પાડી રહી છે. એન્જિનિયર છેલ્લા ઘણા મહિનાઓથી નાણાં ચૂકવતો ન હતો. કોન્ટ્રાક્ટરનાં પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો કે, એન્જિનિયર લાંબા સમયથી સતત લાંચ માંગી રહ્યો હતો.

સુત્રોનું કહેવુ છે કે, ગંડક પ્રોજેક્ટમાં 2 કરોડથી વધુની કિંમતનાં મકાનનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 60 લાખની ચુકવણી બાકી હતી. પોલીસે કહ્યું છે કે, તે રમાશંકરનાં પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આરોપોની તપાસ કરી રહી છે. ગોપાલગંજનાં લોકોએ રમાશંકરની હત્યાનાં વિરોધમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 28 ને કેટલાક કલાકો સુધી બંધ કરી દીધો હતો, જો કે વહીવટીતંત્રએ પછીથી વાતચીતનાં કેટલાક પ્રકારો દ્વારા જામ ખોલી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.