Baba Nithyananda/ વિવાદાસ્પદ નિત્યાનંદનો કૈલાસ ફરી ચર્ચામાં, અમેરિકાના 30 શહેરોને છેતર્યા

નિત્યાનંદના કાલ્પનિક દેશે આ કૌભાંડ અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્ક શહેર સાથે કર્યું છે. નેવાર્કે નકલી હિન્દુ રાષ્ટ્ર સાથે ‘સિસ્ટર સિટી’ કરાર પર હસ્તાક્ષર કરવામાં…

Top Stories World
Nityananda Kailasa cheated

Nityananda Kailasa cheated: વિવાદાસ્પદ નિત્યાનંદ અને તેમના કાલ્પનિક દેશ કૈલાસ ફરી એકવાર સમાચારમાં છે. આ વખતે કૈલાસ એક મોટા કૌભાંડને કારણે ચર્ચામાં આવ્યો છે. નિત્યાનંદના કાલ્પનિક દેશે આ કૌભાંડ અમેરિકાના ન્યુ જર્સીના નેવાર્ક શહેર સાથે કર્યું છે. નેવાર્કે નકલી હિન્દુ રાષ્ટ્ર સાથે ‘સિસ્ટર સિટી’ કરાર પર હસ્તાક્ષર કરવામાં છેતરપિંડી થઈ હોવાનું પણ સ્વીકાર્યું છે.

આ ત્યારે થયું જ્યારે નેવાર્ક સિટી મેયર રેસ બરાન્કાએ કૈલાસાના પ્રતિનિધિઓને નેવાર્ક સિટી હોલમાં સાંસ્કૃતિક વેપાર કરાર માટે આમંત્રણ આપ્યું. આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે કાર્યક્રમ પૂરો થયા બાદ અધિકારીઓને ખ્યાલ આવ્યો કે વાસ્તવમાં કૈલાસનું અસ્તિત્વ જ નથી. ફૂટેજમાં અધિકારીઓ કાગળો પર સહી કરતા અને ફોટોગ્રાફ્સ માટે પોઝ આપતા જોઈ શકાય છે. આ બધું કૈલાસ સાથે સિસ્ટર સિટી બનવાના સમારંભ દરમિયાન થઈ રહ્યું હતું. માહિતી પ્રકાશમાં આવ્યા બાદ નેવાર્ક સિટી કાઉન્સિલે તાત્કાલિક અસરથી કૈલાસા સાથેના સિસ્ટર સિટી કરારને રદ કર્યો. સિટી કાઉન્સિલના સભ્યએ કહ્યું કે આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને હવે થઈ શકે નહીં. રસપ્રદ વાત એ છે કે, નેવાર્ક એકમાત્ર શહેર નથી જેણે કાલુસા સાથે સિસ્ટર સિટી ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. કાલ્પનિક દેશ યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ કૈલાસની વેબસાઇટ અનુસાર તેમાં 30 થી વધુ શહેરો છે. તો ફોક્સના અહેવાલ મુજબ ઘણા મેયરોએ આવા સોદા પર હસ્તાક્ષર કર્યા છે.

રિપોર્ટ અનુસાર, આ શહેરોને આ ડીલ પર હસ્તાક્ષર કરવા વિનંતી કરવામાં આવી હતી. મતલબ કૈલાસે તમામ શહેરો સાથે વ્યવહાર કરવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ કૈલાસ યુએનની બેઠકમાં ભાગ લીધો હતો. તેની તસવીરો સામે આવતાં ખળભળાટ મચી ગયો હતો. વિવાદાસ્પદ સંત નિત્યાનંદે કૈલાસ દેશની સ્થાપના કરવાનો દાવો કર્યો હતો. તેની પાસે એક વેબસાઇટ પણ છે જે મુજબ આ દેશ ઇક્વાડોરના દરિયાકિનારે આવેલો છે.

આ પણ વાંચો: Banking In America/ અમેરિકામાં બેંકિંગ કટોકટી વચ્ચે ભારતની અર્થવ્યવસ્થા સ્થિર,RBI ગવર્નરે વર્તમાન સ્થિતિ વર્ણવી

આ પણ વાંચો: New Political Front/ કોંગ્રેસ વિના નવો મોરચો તૈયાર? મમતા બેનર્જી અને અખિલેશ યાદવ થયા સંમત

આ પણ વાંચો: હવામાન વિભાગ/ આગામી 5 દિવસ ગુજરાતને માથે વરસાદી આફતના એંધાણ