હવામાન વિભાગ/ આગામી 5 દિવસ ગુજરાતને માથે વરસાદી આફતના એંધાણ

ગુજરાતમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ હવે વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હજુ આગામી…

Top Stories Gujarat
Rain disaster on Gujarat

Rain disaster on Gujarat: ગુજરાતમાં ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે. પરંતુ હવે વાતાવરણ સતત બદલાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં ગુજરાતના હવામાનને લઈને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. હજુ આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસાદ પડશે. આ સાથે આજે રાજ્યમાં કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણમાં વરસાદની સંભાવના છે. શનિવારે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ગીર સોમનાથ, જામનગર, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, પંચમહાસ, ડાંગ અને નર્મદામાં વરસાદની અપેક્ષા છે.

આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે. વરસાદી સિઝનના આગમનને કારણે શહેરના તાપમાનમાં પણ ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ વ્યક્ત કરી રહ્યું છે. 18 અને 19 તારીખની હવામાનની આગાહી પર નજર કરીએ તો અમદાવાદ સહિત આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, ડાંગ, તાપી, વલસાડ અને દમણમાં વરસાદની શક્યતા છે. વિગતે વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, રાજકોટ અને અમરેલીમાં કેટલાક સ્થળોએ કરા પડવાની સંભાવના છે.

જણાવી દઈએ કે શનિવારથી કમોસમી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની સંભાવના છે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદની સાથે સોમવારે એટલે કે 20 માર્ચે ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, વડોદરા, સુરત, વલસાડમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી અને દીવ અને કચ્છમાં વરસાદની સંભાવના છે.

આજે રાજ્યમાં મહત્તમ તાપમાન ઘટીને 35 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નોંધાયું હતું. આગામી 2 દિવસમાં મહત્તમ તાપમાનમાં વધારો થયા બાદ હવામાન વિભાગે 2-3 ડિગ્રી સુધી ઘટવાની આગાહી કરી છે. તેવી જ રીતે લઘુત્તમ તાપમાનમાં પણ ઘટાડો થવાની ધારણા છે. હવામાન વિભાગની આગાહીને પગલે આજે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે. સૌથી પહેલા વાત કરીએ વડોદરાની તો અહીંના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. બીજી તરફ પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ ભારે પવન અને કરા સાથે વરસાદ પડયો હતો.

આ પણ વાંચો: Ind Vs Aus Odi Series/ શમી-સિરાજે એવું પ્રદર્શન કર્યું કે ઓસ્ટ્રેલિયા 200 રન પણ ન બનાવી શક્યું

આ પણ વાંચો: Anti Nationals/ લોકશાહીની વાત કરનારા રાહુલ ગાંધી સાચા દેશભક્ત છે: મલ્લિકાર્જુન ખડગે

આ પણ વાંચો: Gujarat/ ઘર વિહોણા પરિવારોને ઘર આપવાના PMના સંકલ્પ અંતર્ગત વર્ષ 2024 સુધી પરિપૂર્ણ કરવાનો લક્ષ્યાંક