ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે. અહીં સવાર-સાંજ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે.ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આજે ઉત્તર પ્રદેશના વિવિધ ભાગોમાં સવાર-સાંજ તીવ્ર ઠંડી રહેશે.યુપી ઉપરાંત હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ-દિલ્હી, ઉત્તરાખંડ અને પૂર્વોત્તર રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે.આગામી 2 દિવસ દરમિયાન ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં ઠંડી રહેવાની સંભાવના છે.રાજધાની દિલ્હીમાં આજે તાપમાન વધી શકે છે, જેના કારણે ઠંડી ઓછી થશે અને લોકોને રાહત મળી શકે છે. સાથે જ સાંજ પડતાં ઠંડી વધી શકે છે.
ઉત્તર ભારતની સ્થિતિ
દિલ્હીમાં આજે લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ છે જ્યારે મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મધ્યપ્રદેશમાં આજે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે. અહીં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 56 ડિગ્રી સેલ્સિયસ રહેશે. અહીં આખો દિવસ ધુમ્મસ રહેશે. ચંદીગઢની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન 9 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
ક્યાં શહેરમાં કેટલુ તાપમાન ?
શહેર લઘુત્તમ તાપમાન મહત્તમ તાપમાન
દિલ્હી 9.0 23.0
શ્રીનગર 2.0 13.0
અમદાવાદ 15.0 31.0
ભોપાલ 9.0 25.0
ચંદીગઢ 9.0 24.0
દેહરાદૂન 7.0 22.0
જયપુર 10.0 24.0
ચુરુ 9.0 23.0
મુંબઈ 19.0 31.0
લખનૌ 10.0 24.0
ગાઝિયાબાદ 10.0 20.0
જમ્મુ 6.0 22.0
લેહ -14.0 -1.0
આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આગામી 24 કલાક દરમિયાન સિક્કિમ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.આસામ, મેઘાલય, ઉત્તર ભારતના નાગાલેન્ડ, દક્ષિણ ભારતના તમિલનાડુ અને આંદામાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય લક્ષદ્વીપમાં પણ વરસાદની સંભાવના છે.