Gujarat election 2022/ કેજરીવાલ ગુજરાત સુધી લાંબા થતા AAPમાં નારાજગીઃ હરિયાણા-હિમાચલમાં ધ્યાન કેન્દ્રિત કરાય તેવી ઇચ્છા

આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક અને સર્વેસર્વા Gujarat election 2022માં સક્રિય થતા આપમાં નારાજગી જોવા મળી રહી છે. આપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ગોવા વિધાનસભા ચૂંટણી, ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી, બિહાર ચૂંટણી, કર્ણાટક ચૂંટણીની નિષ્ફળતા બતાવે છે કે આપે આટલા લાંબા થવાની જરૂર નથી. 

Top Stories Gujarat
AAP કેજરીવાલ ગુજરાત સુધી લાંબા થતા AAPમાં નારાજગીઃ હરિયાણા-હિમાચલમાં ધ્યાન કેન્દ્રિત કરાય તેવી ઇચ્છા

આમ આદમી પાર્ટી (AAP)ના સ્થાપક અને સર્વેસર્વા Gujarat election 2022માં સક્રિય થતા આપમાં નારાજગી જોવા મળી રહી છે. આપના આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ગોવા (Goa) વિધાનસભા ચૂંટણી, ઉત્તરપ્રદેશ (Uttarpradesh) વિધાનસભા ચૂંટણી, બિહાર (Bihar) ચૂંટણી, કર્ણાટક (Karnatak) ચૂંટણીની નિષ્ફળતા બતાવે છે કે આપે આટલા લાંબા થવાની જરૂર નથી.

તેની સાથે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં મળેલી સફળતા બતાવે છે કે આપે દિલ્હી પછી પંજાબ બાદ હવે નજીકના નાના- નાના રાજ્યો જેવા કે હરિયાણા (Haryana) અને હિમાચલ પ્રદેશમાં (Himachalpradesh) ધ્યાન આપવાની જરૂર છે. જો કેજરીવાલ છેક ગોવા, ગુજરાત, બિહાર, ઉત્તરપ્રદેશ સુધી લાંબા થવાના બદલે હરિયાણા અને હિમાચલ પ્રદેશ પર ધ્યાન આપે તો તેઓ રીતસરમાં આગામી સમયમાં સત્તા કબ્જે કરી શકે છે.

બંને સ્થળોએ દાયકા કરતાં વધારે સમયથી ભાજપ(BJP)ની સત્તા છે. તેથી ત્યાં સત્તાવિરોધી લહેર જબરજસ્ત છે. હરિયાણામાં તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને બહુમતી મેળવતા નાકે દમ આવી ગયો હતો. ભાજપની આવી જ સ્થિતિ વિધાનસભા ચૂંટણીમાં પણ થવાની છે. જો આરઆરટીએસ કોરિડોર સમયસર શરૂ ન થયો તો હરિયાણામાં ભાજપને ચોક્કસ ફટકો વાગી શકે છે. તેથી જ વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર આરઆરટીએસ કોરિડોર શરૂ કરવા પર ખાસ ધ્યાન આપી રહી છે.

આપના દિલ્હીના આગેવાનોને ડર છે કે કેજરીવાલ આ રીતે દિલ્હીની બહાર જ સતત પ્રવાસ કર્યા કરશે તો બહાર તો કશું મળશે નહી પણ આ બધામાં ક્યાંક દિલ્હી ખોવાનો વારો ન આવે. તેઓ તે પણ જાણે છે કે સત્તા વિરોધી લહેરનો દરેક રાજકીય પક્ષે સામનો કરવો પડે છે અને તે દિલ્હીમાં તેમની સરકારે પણ કરવાનો આવશે.

આજે લોકો હવે દિલ્હીમાં સવાલ પૂછવા લાગ્યા છે કે રાજધાનીમાં 24 કલાક વીજળી ક્યારે મળશે. આજે પણ દિલ્હીમાં રોજના ચાર કલાક વીજળી હોતી નથી. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં ટેન્કર રાજ ચાલે છે. ભાજપ શું આ વાત પર ભાર નહી મૂકે. કેજરીવાલ જો સ્કૂલ અને મહોલ્લા ક્લિનિકની વાત કરશે તો ભાજપ તેનો છેદ ગુજરાતમાં આપવામાં આવતી 24 કલાક વીજળી અને પાણીનો દાવો કરીને ભાજપ છેદ ઉડાડી શકે છે.

આપના આગેવાનો માને છે કે ગુજરાત મોદીનો ગઢ છે અને તેવું જ ઉત્તરપ્રદેશનું છે. આપ જો આ રીતે સીધો જ વડાપ્રધાન મોદી સામે મુકાબલો કરવા જશે તો તેની સ્થિતિ વધુ વરવી થઈ જશે. દિલ્હીમાં તેને વિકાસકાર્યો કરવામાં પણ તકલીફ પડશે. તેઓનું ધ્યેય દિલ્હીને જાળવી રાખવીને નજીકના ભવિષ્યમાં હરિયાણા અને હિમાચલમાં જ સત્તા મેળવવાનું છે. તેથી તેઓ ઇચ્છે છે કે આપ હાલમાં બીજા રાજ્યોમાં ફક્ત તેના કાર્યકરોની સંખ્યામાં વધારો કરવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે.

આ પણ વાંચોઃ

Gujarat Election/ અમરેલીમાં જોવા મળ્યા અદભુત રાજકિય દ્રશ્ય, પરેશ ધાનાણીએ જીત માટે લીધા ભાજપના નેતાઓના આશીર્વાદ

Gujarat Election 2022/ ભાજપની ત્રિસ્તરીય વ્યૂહરચનાઃ સત્તા જાળવવાની, કોંગ્રેસને વિપક્ષમાં રાખવાનો અને AAPને નોએન્ટ્રી