Not Set/ પંજાબ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપનાં ઝાંટકા

શનિવારે જમ્મુ-કાશ્મીરનાં કાશ્મીર ઘાટી અને જમ્મુ ડિવિઝનમાં ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.

Top Stories India
PICTURE 4 268 પંજાબ અને જમ્મુ-કાશ્મીર સહિત દેશનાં અલગ-અલગ વિસ્તારમાં અનુભવાયા ભૂકંપનાં ઝાંટકા
  • પંજાબ અને જમ્મુ કાશ્મીરની ધરા ધ્રુજી
  • પંજાબ અને જમ્મુ કાશ્મીરમાં અનુભવાયો ભુકંપ
  • 7.3 ની તિવ્રતાનો અનુભવાયો ભૂંકપ
  • પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં ભુકંપનું કેન્દ્રબિન્દુ

શનિવારે જમ્મુ-કાશ્મીરનાં કાશ્મીર ઘાટી અને જમ્મુ ડિવિઝનમાં ભૂકંપનાં જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.

આ પણ વાંચો – કચ્છની ધરતીના અનેક રહસ્યો /  મંગળ ગ્રહ જેવા બેક્ટેરિયાના સંશોધન માટે અમેરિકન વૈજ્ઞાનિકો પધારશે કચ્છના રણમાં, જાણો શું છે ખાસ

જણાવવામાં આવી રહ્યું છે કે, આ આંચકા શનિવારે સવારે 9.46 કલાકે આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.9 હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન હિન્દુ કુશ ક્ષેત્ર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે, તમે ભૂકંપનાં આંચકા અનુભવો ત્યારે બિલકુલ ગભરાશો નહીં. સૌ પ્રથમ, જો તમે બિલ્ડિંગમાં હાજર છો, તો પછી બહાર આવો અને ખુલ્લામાં આવો. બિલ્ડીંગમાંથી નીચે ઉતરતી વખતે લિફ્ટ દ્વારા બિલકુલ ન જવું. ભૂકંપ દરમિયાન આ તમારા માટે ખતરનાક બની શકે છે. વળી, જો બિલ્ડિંગમાંથી નીચે ઉતરવું શક્ય ન હોય, તો નજીકનાં ટેબલ, ઊંચી પોસ્ટ અથવા પલંગની નીચે છુપાવો. શનિવારે સવારે કાશ્મીર, દિલ્હી-એનસીઆર અને અન્ય વિસ્તારોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા.જમ્મુ-કાશ્મીરનાં કાશ્મીર ઘાટી અને જમ્મુ ડિવિઝનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપનાં આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકોનાં કહેવા પ્રમાણે, જમીન ખૂબ જ ઝડપથી હલી, જેના કારણે બધા ડરી ગયા હતા. આ પહેલા 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે સવારે 9:45 વાગ્યે અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન સરહદી વિસ્તારમાં રિક્ટર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની ઊંડાઈ 210 કિમી હતી. ભૂકંપના કારણે જાનમાલને કોઈ ખતરો હોવાના સમાચાર નથી.

આ પણ વાંચો – ઈન્ટરપોલ, યુકે અને યુએસની મદદથી / ઓનલાઇન ચાઇલ્ડ પોર્નોગ્રાફી રોકવા માટે 19 હજાર લોકોની વિશેષ ટીમ બનાવવામાં આવી

આ પહેલા 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 હતી. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાન-તાજિકિસ્તાન બોર્ડર પર જણાવવામાં આવી રહ્યું છે. કાશ્મીર પર્વતીય વિસ્તાર છે તેથી અહીં હંમેશા ભૂકંપનો ખતરો રહે છે. નિષ્ણાતોનું એવું પણ માનવું છે કે આ વિસ્તારમાં મોટો ભૂકંપ આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોમાં હંમેશા ભયનો માહોલ રહે છે. એક નાનો ભૂકંપ પણ લોકોને ડરાવવા માટે પૂરતો છે.