Not Set/ ગણપતિ વિસર્જન દરમિયાન મહારાષ્ટ્રમાં 12 લોકોના ડૂબી જવાથી મોત

મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ગુરુવારે ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન 12 લોકો ડૂબી ગયા હતા. ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બારસ તૂ જલ્દી આ’ ના જયકારા સાથે ગુરુવારે ભગવાન ગણેશની પ્રતિમાઓનું મહારાષ્ટ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. આ સાથે, ‘અનંત ચતુર્દશી’ નિમિત્તે 10 દિવસીય ગણેશ ઉત્સવની સમાપ્તિ થઈ, પરંતુ વિસર્જન દરમિયાન લોકોના ડૂબી જવા અને ગાયબ થવાને […]

Top Stories India

મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના અંતિમ દિવસે ગુરુવારે ગણેશની મૂર્તિના વિસર્જન દરમિયાન 12 લોકો ડૂબી ગયા હતા. ‘ગણપતિ બાપ્પા મોર્યા, અગલે બારસ તૂ જલ્દી આ’ ના જયકારા સાથે ગુરુવારે ભગવાન ગણેશની પ્રતિમાઓનું મહારાષ્ટ્રમાં વિસર્જન કરવામાં આવ્યું હતું.

આ સાથે, ‘અનંત ચતુર્દશી’ નિમિત્તે 10 દિવસીય ગણેશ ઉત્સવની સમાપ્તિ થઈ, પરંતુ વિસર્જન દરમિયાન લોકોના ડૂબી જવા અને ગાયબ થવાને કારણે વાતાવરણ શોક છવાય ગ્યો હતો.

પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે વિસર્જન દરમિયાન રત્નાગિરિ જિલ્લામાં 3, નાસિક, સિંધુદુર્ગ, સાતારા જિલ્લામાં 2-2 અને ધુલે, બુલધાણા અને ભંડારા જિલ્લામાં એક-એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ સિવાય વિસર્જન માટે ગયેલા અન્ય છ જેટલા લોકો ગુમ છે અને તેઓ ડૂબી જવાની આશંકા સેવાય રહી છે.

ગણપતિ ઉત્સવની શરૂઆત 2 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીથી થઈ હતી. મૂર્તિના વિસર્જન માટે, ભક્તોએ મુંબઇ મહાનગરના વિવિધ મંડળો, રાજ્યની સાંસ્કૃતિક રાજધાની પુણે અને રાજ્યના અન્ય ભાગોમાં ઢોલ-નાગારા સાથે  પરંપરાગત આદર અને ઉમંગથી બાપ્પાનું વિસર્જન કર્યું હતું.

મુંબઈમાં તૈનાત હતા 50 હજાર પોલીસકર્મી  

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાના વિસર્જન પહેલા પ્રાર્થના કરી હતી. ગિરગામ ચોપાટી, શિવાજી પાર્ક, જુહુ, વર્સોવા અને માર્વે બીચ અને કેટલાક તળાવો સહિત મુંબઇમાં 129 સ્થળોએ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એક નાગરિક અધિકારીએ જણાવ્યું હતું કે બપોર સુધીમાં લગભગ 587 ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે વિસર્જન માટે શહેરમાં 50,000 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી વિસર્જન પર નજર રાખવામાં આવી હતી.

મુંબઈ પોલીસે ગણેશજીની પ્રતિમા વિસર્જન પહેલા ટ્વિટ કર્યું, ‘અમે અમારા પ્રિય ભગવાન ગણેશને વિદાય આપવા તૈયાર છીએ, આવી સ્થિતિમાં અમે તમને સલામત અને શાંતિપૂર્ણ ગણેશ વિસર્જન કરવા વિનંતી કરીએ છીએ.’ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું, ‘છેલ્લે થોડા વર્ષોમાં શહેરમાં પુલ તૂટી પડવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને, અમે નબળા પુલો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈમાં આજે ઓછામાં ઓછા 53 રસ્તા ટ્રાફિક માટે બંધ કરાયા હતા. ”પુનાના પાંચ મોટા મંડળો-કસબા ગણપતિ, તંબાડી જોગેશ્વરી મંડળ, ગુરજી તલીમ મંડળ, તુલસી બાગ મંડળ અને કેસરીવાડા મંડળમાંથી ભક્તો વિસર્જન માટે નીકળ્યા હતા.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.