ક્રેડીટ કાર્ડની સાઈઝ જેટલો PALM ફોન લોન્ચ થઇ ગયો છે. આ ફોન એક સેકન્ડરી ફોન છે એટલે કે આ ફોન તમારા એન્ડ્રોઇડ કે એપલના સ્માર્ટફોન સાથે કામ કરશે.
તમારો ફોન અને પામ ફોન બંને એક જ નંબર પર કામ કરશે.

જો તમે દોડવા જઈ રહ્યા હોવ અને તમને ફોન પડી જવાની બીક હોય તો તમે આ પામ ફોન જોડે રાખી શકશો.
જુઓ વિડીયો
https://youtu.be/Fycs1-ElYGs
આ ફોનની ડિસ્પ્લે ૩.૩ ઇંચની છે. આ ફોનને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યો છે જેની કિંમત ૨૫ હજાર રૂપિયા છે. હથેળીમાં સમાઈ શકે તેવો આ ફોન છે.
આ ફોનનું વેંચાણ નવેમ્બર મહિનાથી શરુ થશે.

ફોનમાં સિક્યોરીટીના ફીચર પણ જોરદાર આપવામાં આવ્યા છે. ફેસ અનલોકનું ફીચર આ ફોનમાં જોવા મળશે.
આ ફોનના સ્પેસીફીકેશન
- સિંગલ સીમ ફોન
- એન્ડ્રોઇડ વર્ઝન ૮.૧ ઓરીયો પર કરે કછે કામ
- ૩ જીબી રેમ અને ૩૨ જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
- ૧૨ મેગાપીક્સલ રિયર અને ૮ મેગાપીક્સલ ફ્રન્ટ કેમરો
- ૮૦૦ એમએએચની બેટરી
- આ ફોનનું માપ 96.6×50.6×7.4mm છે.
- પાલ્મ ફોનનું વજન ૬૨.૫ ગ્રામ છે.
