Not Set/ સરકારની નીતિઓ વિભાજનકારી, જનતા આજે વિરોધ નહી કરે તો બંધારણ થઇ જશે નષ્ટ : પ્રિયંકા ગાંધી

શનિવારે કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’માં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને તેને ‘વિભાજનકારી’ નીતિ ગણાવી હતી. રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 6 મહિનામાં ભારતીની અર્થવ્યવસ્થા બગાડી દીધી છે, આપણે દેશ બચાવવાની જરૂર છે. PG Vadra, Congress: I'd like […]

Top Stories India
Priyanka Gandhi Vadra સરકારની નીતિઓ વિભાજનકારી, જનતા આજે વિરોધ નહી કરે તો બંધારણ થઇ જશે નષ્ટ : પ્રિયંકા ગાંધી

શનિવારે કોંગ્રેસની ‘ભારત બચાવો રેલી’માં પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવ્યા અને તેને ‘વિભાજનકારી’ નીતિ ગણાવી હતી. રેલીને સંબોધન કરતાં તેમણે કહ્યું કે મોદી સરકારે છેલ્લા 6 મહિનામાં ભારતીની અર્થવ્યવસ્થા બગાડી દીધી છે, આપણે દેશ બચાવવાની જરૂર છે.

ભારત બચાવો રેલીમાં કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ‘મોદી હૈ તો મુમકીન હૈ’ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે દરેક બસ સ્ટોપ પર, દરેક અખબારોમાં લખાયેલુ જોવા મળે છે ‘મોદી હૈ તો મુમકીન હૈ’ પરંતુ વાસ્તવિકતા એ છે કે ‘મોદી હૈ તો 100 રૂપિયા કિલો ડુંગળી છે.’ પ્રિયંકાએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, હું ઇચ્છું છું કે દેશનાં દરેક નાગરિક પોતાનો અવાજ ઉઠાવે. તમારા દેશને પ્રેમ કરો, તેનો અવાજ બનો. જો આપણે અવાજ ઉઠાવ્યો નહીં, આ સંજોગોમાં આપણે ડરથી શાંત રહી ગયા, તો આપણું બંધારણ નષ્ટ થઇ જશે.

ઉલ્લેખનીય છે કે, શનિવારે કોંગ્રેસે ભાજપ સરકાર વિરુદ્ધ દેશની રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાનમાં ‘ભારત બચાવો રેલી’નું આયોજન કર્યું હતું. આ રેલીમાં કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ અને કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી સહિત પાર્ટીનાં અનેક અગ્રણી નેતાઓ હાજર હતા. સ્ટેજ પરથી જ પ્રિયંકા ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને ભારતનાં અર્થતંત્ર પર અનેકો સવાલો ઉભા કર્યા હતા.

તેમણે કહ્યું કે જો આપણે બંધારણ બચાવવા માટે આજે અવાજ ઉઠાવ્યો નહીં, તો આપણે પણ એટલા જ જવાબદાર હશુ જેટલા ભાજપ-આરએસએસનાં ઘમંડી અને ખોટા નેતાઓ છે. આ સિવાય ઉન્નાવ કાંડ મામલે પ્રિયંકા ગાંધીએ યુપી સરકારને પણ ઘેરી લીધી છે. તેમણે કહ્યું કે પીડિતાનાં પિતાને મળ્યા બાદ મને મારા પિતાની યાદ આવી. મારા પિતાનું લોહી આ પૃથ્વીમાં ભળી ગયું છે, અમે આ દેશને નષ્ટ થવા દઇશુ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.