Not Set/ બિનસચિવાલય પરીક્ષા વિવાદ/ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ બાદ જાગી સરકાર

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 7 દીવાથી ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ તરફ ગઈકાલના આંદોલન બાદ સરકાર જાગી છે. અત્યાર સુધી સીટ ના લોલીપોપને નામે વિધાર્થીઓને ભોળવતી સરકાર ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે રીતે વિધાનસભા ઘેરાવ નો ફ્લોપ તો ફ્લોપ પણ ઉગ્ર  અને જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો તેને લઈને સરકારે હવે વિધાર્થીઓને વહારે નવું એક પગલું ભર્યું […]

Top Stories Gujarat
મેદારડા 1 બિનસચિવાલય પરીક્ષા વિવાદ/ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ઉગ્ર વિરોધ બાદ જાગી સરકાર

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 7 દીવાથી ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓ તરફ ગઈકાલના આંદોલન બાદ સરકાર જાગી છે. અત્યાર સુધી સીટ ના લોલીપોપને નામે વિધાર્થીઓને ભોળવતી સરકાર ગઈકાલે કોંગ્રેસ દ્વારા જે રીતે વિધાનસભા ઘેરાવ નો ફ્લોપ તો ફ્લોપ પણ ઉગ્ર  અને જલદ કાર્યક્રમ કરવામાં આવ્યો તેને લઈને સરકારે હવે વિધાર્થીઓને વહારે નવું એક પગલું ભર્યું છે.

સાત સાત દિવસને અંતે જાગેલી સરકારે, ગેરરીતિ થયેલ તમામ સેન્ટરો ના cctv ચેક કરવાના આદેશ આપ્યા છે. અને ગૌણ સેવા મંડળ આ CCTV ફૂટેજ ચેક કરવાના કામ માં  કાર્યરત બન્યું છે. CCTV  ફૂટેજમાં  જે લોકો ગેરરીતિ કરતા દેખાશે તેમને આજીવન પરીક્ષા નહિ આપવા સુંધી ની સજા થઈ શકે છે. તેવો પણ નિર્ણય લઇ શકાય છે. આ મામલે વિધાનસભા ગૃહ માં પ્રદીપસિંહ જાડેજા જાહેરાત કરે તેવી શક્યતા છે.

સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગેરરીતી કરનાર ને નોટિસ આપવામાં આવી છે. પરીક્ષામાં ગેરરીતિ કરનારને મંડળે નોટીસ આપી છે. નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવે છે કે, જે લોકો નોટિસ મળ્યા બાદ હાજર નહીં થાય તેમને જવાબદાર ગણી કાર્યવાહી કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.