Covid-19/ દેશમાં કોરોના મહામારી પર દેખાઇ રહ્યો છે કંટ્રોલ, એક્ટિવ કેસ ઘટ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ સંક્રમણનાં 19,740 કેસ સામે આવ્યા.

Top Stories India
કોરોનાવાાયરસ

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 23.72 કરોડથી વધુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 48.4 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.42 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શનિવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે, વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને કુલ રસીકરણની સંખ્યા અનુક્રમે 237,210,769, 4,841,912 અને 6,424,300,847 છે. સીએસએસઈનાં જણાવ્યા અનુસાર, દુનિયાનાં સૌથી વધુ કેસ અનેે મોત સાથે 44,288,729 અને 712,693 અમેરિકા સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. વળી ભારતની વાત કરીએ તો અહી સ્થિતિમાં ઘણો સુધાર થઇ રહ્યો છે.

આ પણ વાંચો – માનવતા શર્મસાર / રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં દોઢ વર્ષનાં માસુમ બાળકને રઝળતો મુકાયો

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં એક દિવસમાં કોરોનાવાયરસ સંક્રમણનાં 19,740 કેસ સામે આવ્યા. જે બાદ હવે કુલ કેસોની સંખ્યા વધીને 3,39,35,309 થઈ ગઈ છે, જ્યારે એક્ટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. 2,36,643, જે 206 દિવસમાં સૌથી ઓછો આંક છે. આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરવામાં આવેલા આંકડા મુજબ, 248 નવા મૃત્યુ સાથે મૃત્યુઆંક વધીને 4,50,375 થયો છે. સતત 15 દિવસથી કોરોના વાયરસનાં સંક્રમણનાં કેસ 30,000 ની નીચે સામે આવી રહ્યી છે. મંત્રાલયે કહ્યું, “એક્ટિવ કેસોની સંખ્યા ઘટીને 2,36,643 થઈ ગઈ છે, જે કુલ સંક્રમણનો 0.70 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછો છે, જ્યારે રાષ્ટ્રીય કોવિડ-19 રિકવરી રેટ 97.98 ટકા નોંધવામાં આવ્યો છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.” 24 કલાકનાં સમયગાળામાં સક્રિય કેસલોડમાં 3,578 કેસ ઘટ્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.56 ટકા નોંધાયો હતો. છેલ્લા 40 દિવસથી તે ત્રણ ટકાથી ઓછો છે.

આ પણ વાંચો – મોટા સમાચાર / મુકેશ અંબાણીએ રચ્યો નવો ઈતિહાસ, કમાણીનો તોડ્યો એવો રેકોર્ડ કે આ List માં થઇ એન્ટ્રી

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 1.62 ટકા નોંધાયો હતો. મંત્રાલય અનુસાર, છેલ્લા 106 દિવસથી તે ત્રણ ટકાથી નીચે છે. આ મહામારીમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 3,32,48,291 થઈ છે, જ્યારે મૃત્યુ દર 1.33 ટકા નોંધાયો છે. દેશભરમાં કોવિડ-19 રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં દેશમાં કુલ 93.99 કરોડ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. ભારતની કોવિડ-19 ની સંખ્યા 7 ઓગસ્ટ, 2020 નાં રોજ 20 લાખ, 23 મી ઓગસ્ટે 30 લાખ, 5 સપ્ટેમ્બરે 40 લાખ અને 16 મી સપ્ટેમ્બરે 50 લાખને પાર કરી ગઈ હતી. તે 28 સપ્ટેમ્બરે 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરે 90 લાખ અને 19 ડિસેમ્બરે એક કરોડને પાર કરી ગયું હતું.