Not Set/ રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં દોઢ વર્ષનાં માસુમ બાળકને રઝળતો મુકાયો

ગાંધીનગરનાં પેથાપુરમાં એક હ્રદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક દોઢ વર્ષનાં માસુમ બાળક બિનવારસી મળી આવ્યુ છેે. આ માાસુમ બાળકને રસ્તા પર તરછોડી દેવામાં આવ્યુ હતુ.

Top Stories Gujarat Others
બાળક
  • ગાંધીનગરમાં પેથાપુરમાં તાર તાર થઈ મમતા
  • દોઢ વર્ષનું માસુમ બાળક બિનવારસી મળ્યું
  • માસુમ બાળકને રસ્તા પર તરછોડી દેવાયું?
  • સ્વામીનારાયણ ગૌશાળા નજીક મળ્યું બાળક
  • બાળકને ગાંધીનગર સિવિલમાં લઈ જવાયું
  • પિડિયાટ્રીક વૉર્ડમાં સારવાર હેઠળ બાળક
  • બાળકના માતા-પિતાને શોધવા પોલીસ મેદાને
  • સીસીટીવી ફૂટેજની થઈ રહી છે તપાસ
  • ગૃહરાજ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ
  • ગાંધીનગર ડીએસપી પણ હોસ્પિટલ દોડી ગયા

ગાંધીનગરનાં પેથાપુરમાં એક હ્રદય દ્રાવક ઘટના પ્રકાશમાં આવી છે. જ્યા એક દોઢ વર્ષનાં માસુમ બાળક બિનવારસી મળી આવ્યુ છેે. આ માાસુમ બાળકને રસ્તા પર તરછોડી દેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો – Cricket / પાક નહી સુધરે, એકવાર ફરી કરી એવી હરકત T20 વર્લ્ડકપ પહેલા ઉઠ્યા સવાલ

રાજ્યનાં પાટનગર ગાંધીનગરમાં માસુમ બાળકને એક અજાણ્યો શખ્સ સ્વામિનારાયણ ગૌશાળા પાસે મૂકીને ચાલ્યો ગયો છે. બાળકને રસ્તા પર રઝળતુ મૂકીને ફરાર થતો શખ્સનો વીડિયો એક CCTV માં કેદ થઇ ગયો છે. મોડી રાત્રે બાળકને કોઈ અજાણી વ્યક્તિ મંદિરમાં મૂકી જતા અનેક તર્ક વિર્કતો થઈ રહ્યા છે. હવે આ CCTV ફૂટેજનાં આધારે આ બાળકનાં માતા-પિતા કોણ છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

  • પેથાપુરમાં બાળકનાં મળવાનો મામલો
  • ગાંધીનગર સિવિલમાં કરાવાયા બાળકનાં રિપોર્ટ
  • બપોર સુધીમાં ડોકટરની તપાસનો રિપોર્ટ આવી શકે
  • બાળક સંપૂર્ણ સ્વસ્થ હોવાનું ડોક્ટરોનું અનુમાન
  • CCTVમાં દેખાતો યુવક 20-25 વર્ષનો હોવાનું અનુમાન
  • બાળકની તપાસ બાદ તેને શિશુ મંદિરમાં ખસેડાશે
  • ઓઢવ શિશુ મંદિરમાં ખસેડાય તેવી શક્યતા

પેથાપુરનાં સ્વામિનારાયણ ગૌશાળા પાસે માસુમ બાળક મળી આવ્યા બાદ હવે તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ રિપોર્ટ માટે લઇ જવામાં આવેલ છે. જ્યા બપોર સુધીમાં ડોક્ટર્સની તપાસનો રિપોર્ટ આવી શકે છે. બાળકનાં સ્વાસ્થ્ય અંગે ડોક્ટરે કહ્યુ કે, બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. હવે આ સમગ્ર મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી અને બાળકને મુકી જનારની શખ્સની પોલીસે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે બાળકને મંદિરમાં મૂકી જનાર વ્યક્તિના CCTV પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસ વધુ સઘન પૂછપરછ હાથ ધરી છે. બાળક મળી આવતા બાળકની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી જો કે બાળક સંપૂર્ણ પણે સ્વાસ્થ્ય જણાઈ રહ્યું છે. હાલ તો પેથાપરવાસીઓ અને પોલીસકર્મીઓ બાળકીન સાર સંભાળ લઈ રહ્યા છે. આ મામલે હવે મંતવ્ય ન્યૂઝ બાળકની વ્હારે આવ્યુ છે, અને અમે અપીલ કરીએે છીએ કે જો કોઇનેે પણ આ બાળકનાં માતા-પિતા વિશે અથવા આ બાળકનાં પરિજન વિશે જાણકારી મળે તો તેઓ મંતવ્ય ન્યૂઝને (7227022525/26) આ નંબર પર સંપર્ક કરી શકે  છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે….