આગામી T20 વર્લ્ડકપ 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર દરમિયાન UAE અને ઓમાનમાં રમાશે. આ વિશ્વકપની પોતાની પ્રથમ મેચમાં ભારતનો મુકાબલો કટ્ટર હરીફ પાકિસ્તાન સામે થશે. બંને ટીમો લગભગ બે વર્ષ પછી સામ-સામે થશે અને વિશ્વનાં તમામ ક્રિકેટ ચાહકો આ મેચની રાહ જોઈ રહ્યા છે. 24 ઓક્ટોબરે યોજાનારી મેચ પહેલા જ પાકિસ્તાનનું નામ વિવાદો સાથે જોડાયુ છે.
આ પણ વાંચો – Cricket / ભારતનાં PM મોદી જ્યારે ઇચ્છે ત્યારે PCB ને કરી શકે છે બરબાદઃ રમીઝ રાજા
આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની ટીમની જર્સી વાયરલ થઈ રહી છે જેમાં ‘T20 વર્લ્ડકપ ઈન્ડિયા 2021’ લખવાનું છે, પરંતુ પાકિસ્તાનની જર્સી પર ‘UAE 2021’ લખવામાં આવ્યું છે, જેના પર હવે સવાલો ઉઠી રહ્યા છે. ટૂર્નામેન્ટનું આયોજન બે રણ પ્રદેશોમાં કરવામાં આવી રહ્યું છે, પરંતુ હોસ્ટિંગનાં અધિકારો હજુ પણ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પાસે છે. T20 વર્લ્ડકપ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના વાયરસનાં વધતા જતા કેસોને કારણે, BCCI અને ICC સ્થળને ઓમાન અને UAE માં ખસેડવા સંમત થયા છેે. સ્થળમાં ફેરફાર હોવા છતાં, BCCI હજુ ટૂર્નામેન્ટનું યજમાન હતું અને તે માટે ભારતને શ્રેય આપવો પડ્યો હતો. આ હોવા છતાં, આ ICC ટુર્નામેન્ટ માટે પાકિસ્તાનની નવી જર્સીનાં લોગોમાં ભારતનું નામ લખેલું નથી.
🇵🇰 Unofficial Unveiling of Pakistan's #T20WorldCup2021 kit ft. National Skipper Babar Azam 💚#RateIt@T20WorldCup @TheRealPCB @babarazam258 pic.twitter.com/khMjiYCdGf
— Taimoor -(تیمور حسین)🇵🇰🇵🇰🇵🇰 (@Imran_emi1) October 7, 2021
આ પણ વાંચો – IPL 2021 / Plyaoff માં પહોંચી આ ચાર ટીમ, જુઓ આ Point Table
પાકિસ્તાને લીધેલો આ નિર્ણય આઘાતજનક અને શરમજનક છે. કારણ કે અન્ય દેશો પણ તેમની ટીમની જર્સી જાહેર કરી રહ્યા છે અને તેમની કીટમાં યજમાન તરીકે ભારતને શ્રેય આપ્યો છે. અગાઉ, નેધરલેન્ડ ક્રિકેટ ટીમે પણ તેની જર્સી જાહેર કરી હતી અને લોગો પર UAE ને બદલે ‘ભારત’ લખેલું હતું. ચાહકો પાકિસ્તાનનાં આ પગલાથી ખૂબ જ નારાજ દેખાઈ રહ્યા છે.
