Not Set/ છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 59 બેઠકો પર આ દિગ્ગજોનાં ભાવી થશે EVMમાં બંધ

લોકસભાની ચૂંટણીનાં છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો માટે મતદાન 12 મેનાં રોજ કરવામાં આવશે. ત્યારે ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની 10, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8  બેઠકો, દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ પક્ષોનાં દિગ્ગજોનું મતદાતા ભાવી નક્કી કરશે. આપને જણાવી દઇએ કે ગત લોકસભા એટલે કે 2014 […]

Top Stories India Politics

લોકસભાની ચૂંટણીનાં છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની 59 બેઠકો માટે મતદાન 12 મેનાં રોજ કરવામાં આવશે. ત્યારે ઉત્તર પ્રદેશની 14 બેઠકો, હરિયાણાની 10, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની 8  બેઠકો, દિલ્હીની 7 અને ઝારખંડની 4 બેઠકો પર ચૂંટણી લડી રહેલા તમામ પક્ષોનાં દિગ્ગજોનું મતદાતા ભાવી નક્કી કરશે. આપને જણાવી દઇએ કે ગત લોકસભા એટલે કે 2014 ની લોકસભા ચૂંટણીમાં આ તમામ સાત રાજયોની 59 બેઠકોમાંથી ભાજપમાં 45, તૃણમૂલ કોંગ્રેસ 8, કૉંગ્રેસ 2 અને એસપી અને એલજેપી 1 બેઠક જીતી હતી. ગત ચૂંટણીની સાપેક્ષમાં આ વખતે વિરોધ પક્ષો અને ભાજપ બનેં માટે કપરા ચઢાણ જોવા મળી રહ્યા છે.ત્યારે આવો જોઇએ કોણ કોણ દિગ્ગજોનાં ભાવી કાલે મતપેટીમાંં બંધ થવાનાં છે.

મતદાતા કોને પખાળશે કોને પછાળશે તે તો 23’મેનાં રોજ સામે આવી જ જશે પરંતુ કાલે સપા પ્રમુખ અખિલેશ યાદવ, કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધી, કેબિનેટ પ્રધાન રીટા બહુગુણા જોશી, યોગી સરકારનાં મંત્રી મુકુત બિહારી વર્મા,જગદમ્બિકા પાલ, રમાકાંત યાદવ અને સંજય સિંહ, દિગ્વિજયસિંહ, સાધવી પ્રજ્ઞાસિંહ ઠાકુર, જ્યોતિરાદિત્ય સિંધીયા, ભૂપિન્દરસિંહ હુડા, રમેશ કૌશિક, અજયસિંહ ચૌટાલાનાં પુત્ર દિગ્વિજય ચૌટાલા, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર જોવ તમામ દિગ્ગજોનાં ભાવી મત પેટીમાં સીલ થઇ જશે.

તો દેશ ભરમાં સૌની નજર છે તેવી રાજધાની દિલ્હીમાં ત્રીપાંખીયા જંગમાં કાલે મતદાતાઓ આ દિગ્ગજોના ભાવીનો ફેસલો કરશે

બેઠકનો જંગ ભાજપ કોંગ્રેસ આપ
નવી દિલ્હી મિનાક્ષી લેખી અજય માકન બ્રજેશ ગોયલ
ચાંદની ચોક ડૉ. હર્ષવર્ધન જે પી અગ્રવાલ પંકજ ગુપ્તા
પૂર્વ દિલ્હી ગૌતંમ ગંભીર અરવિંદસિંહ લવલી આતિશી
પશ્ચિમ દિલ્હી પ્રવેશ વર્મા મહાબલ મિશ્રા બલવિરસિંહ ઝાખ઼ડ
ઉત્તર દિલ્હી મનોજ તિવારી શીલા દિક્ષીત દિલીપ પાંડેય
દક્ષીણ દિલ્હી રમેશ બિધૂડી બોક્સર વિજેન્દ્રસિંહ રાધવ ચઢ્ઢા
ઉત્તર-પશ્ચિમ દિલ્હી હંસરાજ હંસ રાજેશ લિલોઠિયા ગુગ્ગન સિંહ