અમદાવાદ,
અમદાવાદના જમાલપુર રોડ પર પોઈન્ટબ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરીને હનીફ દાઢીની હત્યાનો ભેદ હજુ ઉકેલાયો નથી.વર્ષ 2016ના સપ્ટેમ્બર માસમાં હનીફ દાઢીની હત્યા કરાઈ હતી.
જેની તપાસ અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે કરી હતી ,પણ હજુ સુધી હત્યાનો ભેદ ઉકેલાયો ન હતો.એડીશનલ ડીજીપી અજયકુમાર તોમરે હનીફ દાઢી હત્યા કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરી છે.
એસઆઈટી દ્વારા હનીફ દાઢી હત્યા કેસની તપાસ શરુ કરાઈ છે.એક સમયના ડોન લતીફની ગેંગમાં હનીફ દાઢી સક્રિય હતા. લતીફના એન્કાઉન્ટર બાદ હનીફ દાઢી વહાબ ગેંગમાં સક્રિય રહ્યો હતોયતે પછી હનીફ દાઢીએ કન્સ્ટ્રક્શનના ધંધામાં ઝંપલાવ્યું હતું.
કેટલાક પોલીસ અધિકારીઓ સાથે હનીફ દાઢીના સંબંધો ચર્ચાસ્પદ બન્યા હતા. હનીફ દાઢીને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરી બે અજાણ્યા શખસ ટુ વ્હીલર પર બેસી ફરાર થઈ ગયા હતા.
