આજના યુવાનોમાં ઓનલાઈન ગેમનું પ્રમાણ વધી રહ્યું છે. જે કયારેક યુવાઓને ચોક્કસ ગુનાખોરી તરફ દોરી જાય છે. તો ક્યારેક આત્મહત્યા સુધી પ્રેરી જાય છે. આવો જ એક કિસ્સો સુરત ખાતેથી સામે આવ્યો છે. જેમાં યુવાનને ઓનલાઈન ગેમ રમવાની ટેવ પડી હતી. અને એમાં જ મોટું દેવું પણ થઈ ગયું હતું. અને નાછૂટકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના અડાજણ પાલ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવક સાગર કિશોરરાવ ત્રિકાંડીએ આત્મહત્યા કરી લીધી છે. ઓનલાઇન કેસીનો ગેમમાં દેવું થઈ જતાં આપઘાત કરી લીધો હતો. જેને એક સ્યુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. યુવકે આ સ્યુસાઇડ નોટમાં 30 લાખનું દેવું થયાંનો ઉલ્લેખ કર્યો છે. જે મૃતક સાગર સુરતની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. સાગર હજીરાની એલએન્ડટી કંપનીમાં ફીટર તરીકે નોકરી કરતો હતો. જેનું દેવું વધી જતા આત્મહત્યા કરી લીધી છે. જે ઓનલાઈન ગેમમાં 30 લાખ રૂપિયાનું દેવું થતા યુવકે આપઘાત કર્યો હતો. આશ્ચર્યની વાત તો એ છે, આ યુવક 14 દિવસ પહેલાં જ પિતા બન્યો હતો.
સ્યુસાઈડ નોટમાં યુવકે લખ્યું કે, હું સાગર ત્રિકાંડે મારી જાતે આત્મહત્યા કરૂ છુ. મારા પર કોઈ જોર જબરદસ્તી નથી. મેં જીવનની મોટી ભૂલ કરી છે, કંઈ કરી શકતો નથી. હું જુગારમાં ઓનલાઈન કેસીનોમાં 30 લાખ રૂપિયાનું દેવું કરી બેઠો છું એટલે હું આત્મહત્યા કરૂ છું.
Photos/ PM મોદીના રોડ શોમાં અમદાવાદે ધારણ કર્યો કેસરિયો, ચાર રાજ્યોની ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર આવ્યા વતન, જુવો ફોટો
સુરત/ આજે તો તારૂ મોઢું જોવું જ છે, કહી મોંઢા પર બાંધેલી ઓંઢણી ખેંચી લીધી : બસના ડ્રાઇવરની અશ્લીલ હરકત
Life Management / રાજા જંગલમાં ફસાઈ ગયો, એક પોપટે ડાકુઓને જાણ કરી, બીજાએ રાજાને બચાવ્યો… પછી શું થયું?
આસ્થા / આ ગ્રહ અશુભ ફળ આપે છે, લોહી સંબંધિત રોગ થાય છે, નાની-નાની વાત પર આવે છે ક્રોધ
