વિશ્વભરમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. વિશ્વભરમાં ફરી એક વાર કોરોનાનો હાહાકાર લોકોના હાજા ગગડાવી રહ્યો છે. કોરોના કહી રહ્યો છે કે, અબ ડરના જરૂરી હૈ…. જી હાં, હવે દેશ – દુનિયા સહિત રાજ્યમાં કોરોનાની સ્થિતિ ભયાવહ સપાટી પર જોવામાં આવી રહી છે. વિશ્વમાં હાહાકાર મચાવી જ રહ્યો છે, અને વિતેલા 24 કલાકમાં 12400થી વધુ લોકો કોરોનાનો કોળીયો થઇ ગયા હોવાનું નોંધવામાં આવી રહ્યું છે. સાથે સાથે પાછલા 24 કલાકમાં અધધધ 6.67 લાખ નવા કોરોના પોઝિટિલ કેસ પણ નોંધવામાં આવ્યા છે.
કોરોનાનાં પાછલા 24 કલાકનાં આંકડા જો, જોવામાં આવે તો થરથ્થરાટી આવી જાય તેવા ભયાવહ છે.
દુનિયામાં કોરોનાની સ્થિતિનો ચિતાર
- વિશ્વમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક મૃત્યુઆંક
વિશ્વભરમાં 12,400થી વધારે મોત
વિશ્વભરમાં નવા કેસ પણ રેકોર્ડબ્રેક
છેલ્લાં 24 કલાકમાં 6.67 લાખ કેસ- USમાં કોરોનાનો નોનસ્ટોપ કોહરામ
24 કલાકમાં USમાં 2.17 લાખ કેસ
24 કલાકમાં USમાં 2,800 મોત
48 કલાકમાં USમાં 5,600 મોત
- USમાં કોરોનાનો નોનસ્ટોપ કોહરામ
ભારતમાં કોરોનાની સ્થિતિ
- દેશમાં રિકવરીમાં વધુ એક દિવસ ઉછાળો
- છેલ્લાં 24 કલાકમાં 36,500 નવા કેસ
- છેલ્લાં 24 કલાકમાં રિકવરી 42,900
- એક્ટિવ કેસ હવે માત્ર 4.14 લાખ
- દેશમાં કુલ કેસનો આંક 95 લાખને પાર
- કુલ રિકવરી પણ હવે 90 લાખને પાર
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
- ગુજરાતમાં કોરોનાનાં નવા 1540 કેસ
- છેલ્લાં 24 કલાકમાં 1427 દર્દી સાજા થયા
- 24 કલાકમાં 13 લોકોનાં કોરોનાથી મોત
- રાજ્યમાં હાલ 14,913 કોરોના એકટિવ કેસ
- રાજ્યમાં કુલ કેસનો આંક 2.14 લાખ પર
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
