Patan News : બહુચરાજીથી પરત આવી રહેલા દંપતીને અકસ્માત નડતા બન્નેના કરૂણ મોત નીપજ્યા હતા. જ્યારે તેમની દિકરીનો ચમત્કારિક બચાવ થયો હતો.જોકે ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

આ બનાવની વિગત મુજબ ચાણસ્મા તાલુકાના કારોડા ગામ નજીક ટ્રેલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. જ્યારે તેમની દીકરી ગંભીર રીતે ઘાયલ થઈ છે.આ અંગે મળતી વિગત મુજબ આ પરિવાર બહુચરાજીથી પરત આવી રહ્યો હતો. ત્યારે ચાણસ્માના કારોડા ગામ નજીક તેમની બાઈકને ટ્રેલરે અડફેટે લીધું હતું.

ટ્રેલરનું ટાયર ફાટતા ચાલકે સ્ટેરિંગપરનો કાબૂ ગુમાવી દીધો હતો. જેથી સામેથી આવતી બાઈક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ગંભીરઈજા પહોંચતા બાઈકમાં સવાર પતિ-પત્નીનું ઘટના સ્થળે જ મોત થયું છે. જ્યારે તેમની પુત્રીને ગંભીર ઈજા પહોંચી છે. બીજી તરફ ટ્રેલર પણ બાળવની ઝાડીઓમાં ઘૂસી ગયું હતું.મૃતક દંપતીની ઓળખ પાટણના ચાચરિયા વિસ્તારના રહેવાસી અર્જુન મોદી અને તેમના પત્ની ચંદાબેન અર્જુન મોદી તરીકે થઈ છે. તેમની ઘાયલ દીકરી દેવાસીને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો:આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે
આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં
આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો
