Devbhoomi Dwarka News/ બેટ દ્વારકામાં નેપાળી શૈલીનું 125 વર્ષ જૂનું મંદિર મળ્યું, હનુમાન જયંતીએ ‘બાલા હનુમાન’ તરીકે પુનઃ પ્રતિષ્ઠા

સ્થાનિક લોકો માટે આ મંદિર ‘દાદાનું મંદિર’ તરીકે ઓળખાય છે

Top Stories Gujarat

Devbhoomi Dwarka News : બેટ દ્વારકામાં નેપાળી શૈલીનું 125 વર્ષ જૂનુમ મંદિર મળી આવતા ભક્તોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ છે.   બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન બાવળના જંગલમાં ખંડેર હાલતમાં એક પ્રાચીન મંદિર મળી આવ્યું છે. જે 125 વર્ષ જૂનું નેપાળી શૈલીનું છે. ગઈકાલે (12 એપ્રિલે) ને હનુમાન જયંતિ નિમિત્તે મંદિરની ‘બાલા હનુમાન’ તરીકે પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. 50 વર્ષ પહેલાં આ મૂર્તિ સ્થળાંતરિત કરાઇ હતી. આ મંદિર ફરી મળી આવતાં ભક્તોમાં ભક્તિની લહેર ફેલાઈ છે.સ્થાનિક વૃદ્ધો અને ભાવિકો પાસેથી મળેલી માહિતી મુજબ, આ મંદિર 100થી 125 વર્ષ જૂનું છે.

હનુમાનજીનું આ મંદિર નેપાળી શૈલીમાં બનેલું છે. લગભગ 40-50 વર્ષ પહેલાં આ વિસ્તારમાં અસામાજિકતત્વોની ગતિવિધિ વધી જતાં ભક્તોએ અહીં જવાનું ઓછું કરી દીધું હતું.સ્થાનિક લોકો માટે આ મંદિર ‘દાદાનું મંદિર’ તરીકે ઓળખાય છે અને એ દૈનિક પાઠપૂજા અને ધાર્મિક પ્રવૃત્તિઓથી જોડાયેલું રહ્યું છે. પરંતુ સમય જતાં જ્યારે આસપાસ અતિક્રમણ થયું, ત્યારે મંદિરમાં પ્રવેશ માટેનો રસ્તો બંધ થઇ ગયો અને પૂજાપાઠ પણ અટકી ગયા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ વધતાં ભક્તોની સંખ્યા ઘટી અને મંદિરની પવિત્રતા જાળવવા માટે સ્થાનિક ભાવિકોએ હનુમાનજીની મૂર્તિને અન્ય સ્થળે ખસેડી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આ મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર કરાવવામાં આવ્યો છે. ગત તા.12/04/2025ના રોજ હનુમાનજયંતીના પાવન અવસરે ફરી મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિકવિધિથી પુનઃ સ્થાપિત કરવામાં આવી છે અને આ મંદિરનું “બાલા હનુમાન” તરીકે નામકરણ કરવામાં આવ્યું છે. વર્ષો જૂનું હનુમાનજીનું મંદિર ફરીથી ખુલ્લુ મુકવામાં આવતાં ભક્તોમાં આનંદની લહેર છવાઇ છે.ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી શેર કરતા જણાવ્યું હતું કે, અહીંયાં વર્ષો જૂનું મંદિર મળ્યું છે, જેનું રિપેરીંગ કરીને પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે.

બેટ દ્વારકામાં મેગા ડિમોલિશન દરમિયાન ઘાસની વચ્ચે છુપાયેલું પ્રાચીન નેપાળી હનુમાનદાદાનું મંદિર પોલીસના ધ્યાને આવ્યું હતું. 125થી 150 વર્ષ જૂનું આ મંદિર ‘નેપાળી હનુમાનજી મંદિર’ તરીકે ઓળખાતું હતું.પોલીસે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, જે પ્રકારે નાના મોટા અતિક્રમણ થયા હતા, તેના કારણે આ મંદિર તરફનો રસ્તો અતિક્રમણ થઈ જવાને કારણે અવરજવર બંધ થઈ ગઈ હતી. જો કે, ગઈકાલે હનુમાનજયંતીના દિવસે આ મંદિરની અંદર ફરી પૂજા અર્ચના શરૂ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આગામી 29 માર્ચથી ઉત્તરવાહિની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ, 14 કિમીની પરિક્રમા એક મહિના સુધી ચાલશે

આ પણ વાંચો:પીપળાના વૃક્ષની કેટલી પરિક્રમા કરવી જોઈએ, જાણો શું લખ્યું છે શાસ્ત્રોમાં

આ પણ વાંચો:સનાતન ધર્મમાં મંદિરની પરિક્રમાનું મહત્વ જાણો