Ahmedabad News/ અમદાવાદીઓ હવે મોંઘા ટેક્સીભાડાંનો માર સહન કરવા પણ તૈયાર રહે

અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરોની ચાલતી હડતાળમાં છેવટે મોંઘા ભાડાંનો માર તો લોકોએ જ સહન કરવાનો આવ્યો છે. ઓલાના ટેક્સી ડ્રાઇવરોએ પ્રતિ કિ.મી. 20 રૂપિયાના ભાડાં સાથે સમાધાન કર્યુ છે. તેથી હવે ઓલા બૂક કરાવો તો અમદાવાદી રાઇડરે વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. જ્યારે ઉબેરમાં હજી સુધી સમાધાન થયું નથી.

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં ટેક્સી ડ્રાઇવરોની ચાલતી હડતાળમાં છેવટે મોંઘા ભાડાંનો માર તો લોકોએ જ સહન કરવાનો આવ્યો છે. ઓલાના ટેક્સી ડ્રાઇવરોએ પ્રતિ કિ.મી. 20 રૂપિયાના ભાડાં સાથે સમાધાન કર્યુ છે. તેથી હવે ઓલા બૂક કરાવો તો અમદાવાદી રાઇડરે વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. જ્યારે ઉબેરમાં હજી સુધી સમાધાન થયું નથી.

અમદાવાદ શહેરના રસ્તા ઉપર ઓલા-ઉબેર જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ટેક્સી દોડે છે. આ સાથે જ સિટી ટેક્સીની પણ સુવિધા મુસાફરોને સહેલાઈથી મળી રહે છે. ઓટોરિક્ષા તો અમદાવાદની ઓળખ સમાન છે, પરંતુ ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ચાલતા ગેરકાયદેસર સફેદ નંબરપ્લેટવાળા ટુ-વ્હીલરના વિરોધમાં ગઈકાલે એરપોર્ટ ખાતે ઓટોરિક્ષાચાલકો અને ટેક્સીચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જો કે, કંપની દ્વારા ટેક્સીચાલકોને વધુ ભાડું આપવાની વાત કરવામાં આવતા સમગ્ર મામલો થાળે પડ્યો હતો.

ઉબેર ટેક્સીચાલકો દ્વારા પણ હડતાળ પાછી ખેંચવામાં આવે તેવી શક્યતા છે. પરંતુ હજુ પણ આગેવાનો દ્વારા ઉબેર ટેક્સી ન ચલાવવા માટે ડ્રાઇવરોને સમજાવવામાં આવી રહ્યા છે. કારણ કે, ઉબેર એપ્લિકેશન દ્વારા ગાડી પ્રમાણે કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી તેમાં કેટલીક ગાડીને 10, 12 કે 15 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ રકમ ચૂકવવામાં આવતી હતી.

તેની સામે કંપનીએ હાલમાં 30 ટકા વધારો કરીને રકમ ચૂકવવાની ડ્રાઇવરો સાથે વાત કરી છે. પરંતુ ટેક્સી ડ્રાઈવરોને તે મંજૂર ન હોવાથી હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી મુસાફરોને ઉબેર ટેક્સી ન મળે અથવા તો ઓછી મળે તેવી શક્યતા છે. તેમ છતાં અન્ય ટેક્સીચાલકો દ્વારા જે ડ્રાઈવર ઉબેર ટેક્સીની રાઈડ લેશે તેને સમજાવવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: પાટણમાં પાણી કે પાણીમાં પાટણ, મહેસાણામાં એક દિવસમાં સાત ઇંચ વરસાદ

આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદ અનરાધાર, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ

આ પણ વાંચો: વલસાડમાં નદીના ધસમસતા પ્રવાહમાં યુવકનું દિલધડક રેસ્ક્યું