Not Set/ યુપી/  સપાના નેતાની ગોળીમારી હત્યા, 2 મહિના પહેલા પણ થયો હતો ગોળીબાર

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં બાઇક પર સવાર ચાર અજાણ્યા બદમાશોએ સમાજવાદી પાર્ટીના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર જીતેન્દ્ર યાદવની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સપાના નેતા ઉપર 2 મહિના પહેલા પણ હુમલો થયો હતો, પરંતુ તે બચી ગયો હતો. સપાના નેતાના એક સાથીને પણ ગોળી વાગી છે, જેની હાલત નાજુક છે અને તેને જિલ્લા […]

Top Stories India
મેદારડા 2 યુપી/  સપાના નેતાની ગોળીમારી હત્યા, 2 મહિના પહેલા પણ થયો હતો ગોળીબાર

ઉત્તર પ્રદેશના મહારાજગંજમાં બાઇક પર સવાર ચાર અજાણ્યા બદમાશોએ સમાજવાદી પાર્ટીના નેતા અને જિલ્લા પંચાયતના સદસ્યના પુત્ર જીતેન્દ્ર યાદવની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. સપાના નેતા ઉપર 2 મહિના પહેલા પણ હુમલો થયો હતો, પરંતુ તે બચી ગયો હતો.

સપાના નેતાના એક સાથીને પણ ગોળી વાગી છે, જેની હાલત નાજુક છે અને તેને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મૃતક અને ઘાયલ બંનેનું નામ જીતેન્દ્ર યાદવ છે અને બંને મિત્રો હતા.

ભાજપના ધારાસભ્ય દ્વારા ફાયરિંગ: પરિવાર

મૃતકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે થોડા દિવસો પહેલા મૃતક જીતેન્દ્ર યાદવ પર જીવલેણ હુમલો થયો હતો, પરંતુ પોલીસે તેને કોઈ સુરક્ષા આપી ન હતી. પરિવારે ફરિયાદ કરી છે કે આ ફાયરિંગ સ્થાનિક ભાજપના ધારાસભ્યની  ઉશ્કેરણી પર કરવામાં આવી હતી, જેમાં જીતેન્દ્રની હત્યા થઈ હતી.

આશરે 2 મહિના પહેલા, 7 ઓક્ટોબરે જીતેન્દ્ર યાદવબઝ પર ત્રણ વાર ગોળીબાર તઃયો હતો. પરંતુ તેમાં તેઓ આબાદ બચી ગયા હતા.  તે ઘટનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને તેઓને જેલ મોકલી દીધા હતા, પરંતુ સંબંધીઓનું કહેવું છે કે પરિવાર તરફથી અનેક વખત પોલીસ સુરક્ષાની વિનંતી કરવા છતાં પોલીસ મદદ કરી ન હતી, અને હવે સપા નેતાની હત્યા કરાઈ હતી. .

સપાના નેતા જિતેન્દ્ર યાદવની પત્ની બબીતા ​​યાદવે પોલીસને સુરક્ષા ન આપવાનો અને ગુનેગારોને ઉશ્કેરવાનો આરોપ લગાવીને રસ્તા રોકીને વિરોધ કર્યો હતો. તેમને સમજાવવા માટે પોલીસે ખૂબ જ સંઘર્ષ કરવો પડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.