Not Set/ સવાલના જવાબ નહિ આપવા બદલ માસુમોને મળી આવી પનીશમેન્ટ,ચહેરા કાળા કરી સ્કૂલમાં ફેરવ્યા

હરિયાણાના હિસારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળામાં ભણતા ચોથા ધોરણના 7 માસૂમના ચહેરા એ સમયે કાળા કરવામાં આવ્યા જ્યારે તેઓને પૂછેલા પ્રશ્નોના જવાબ ન આપ્યા. એટલું જ નહીં, નિર્દોષ બાળકોને તમામ વર્ગખંડોમાં કાળા ચહેરા સાથે ફેરવવામાં આવ્યા હતા. 7 નિર્દોષોમાંથી બે બાળકીઓ પણ છે. નિર્દોષ બાળકોએ આ વાત પરિવારને જણાવી […]

Top Stories India
Untitled 71 સવાલના જવાબ નહિ આપવા બદલ માસુમોને મળી આવી પનીશમેન્ટ,ચહેરા કાળા કરી સ્કૂલમાં ફેરવ્યા

હરિયાણાના હિસારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. અહીં એક ખાનગી શાળામાં ભણતા ચોથા ધોરણના 7 માસૂમના ચહેરા એ સમયે કાળા કરવામાં આવ્યા જ્યારે તેઓને પૂછેલા પ્રશ્નોના જવાબ ન આપ્યા. એટલું જ નહીં, નિર્દોષ બાળકોને તમામ વર્ગખંડોમાં કાળા ચહેરા સાથે ફેરવવામાં આવ્યા હતા. 7 નિર્દોષોમાંથી બે બાળકીઓ પણ છે. નિર્દોષ બાળકોએ આ વાત પરિવારને જણાવી ત્યારે પરિવાર પોલીસ ચોકી પહોંચ્યો હતો.

પરિવારે સ્કૂલ મેનેજમેન્ટ અને આચાર્ય સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડની માંગ કરી હતી. પોલીસે પૂછપરછ માટે સ્કૂલ મેનેજમેન્ટને ફોન કર્યો હતો, પરંતુ ત્યાંથી કોઈ આવ્યું ન હતું. પોલીસે સ્કૂલ મેનેજમેન્ટ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

એક નિર્દોષના પિતાના કહેવા પ્રમાણે, પ્રિન્સિપાલે મારી છોકરીને 4 પ્રશ્નોના જવાબો પૂછ્યા. જ્યારે તે કોઈ સવાલનો જવાબ ન આપી શકી, ત્યારે પ્રિન્સિપાલે મારી બાળકીનું મોઢુ કાળું કર્યું હતું. અન્ય 6 બાળકો સાથે પણ આ જ રીતે કરવામાં આવ્યું છે. ત્યારબાદ બાળકોને સમગ્ર શાળામાં ફેરવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે પરિવારની મહિલાઓ ફરિયાદ માટે શાળા પહોંચી ત્યારે આચાર્યએ તેમને ધમકી આપી હતી.

પોલીસના જણાવ્યા મુજબ કેસ નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. શાળાના ડાયરેક્ટર ફરાર છે. એક કોન્સ્ટેબલને શાળાની બહાર મૂકવામાં આવ્યો છે. આ સાથે જ જિલ્લા શિક્ષણાધિકારી નીતા અગ્રવાલે જણાવ્યું હતું કે, પોલીસની તપાસ ફરિયાદની પુષ્ટિ કરે તો શાળા વહીવટીતંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.