Not Set/ અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી, યુપી પોલીસ હાઈએલર્ટ,સઘન સર્ચ ઓપરેશન શરૂ…

અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી બાદ યુપી પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસે રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે.

Top Stories India
BLAST અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી, યુપી પોલીસ હાઈએલર્ટ,સઘન સર્ચ ઓપરેશન શરૂ...

અયોધ્યામાં બ્લાસ્ટની ધમકી બાદ યુપી પોલીસ હાઈ એલર્ટ પર છે. પોલીસે રેલ્વે સ્ટેશનો અને બસ સ્ટેશનો ઉપરાંત પ્રવેશ દ્વાર, હોટલ અને ધર્મશાળાઓ પર સુરક્ષા વધારી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ ડાયલ-112 પર કોલ કરીને આ ધમકી આપી છે.

ગયા મહિને પણ યુપી પોલીસને ગુપ્તચર સૂચના મળી હતી. આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના નામે 30 ઓક્ટોબરે મળેલા ધમકીભર્યા પત્રમાં લખનૌ, અયોધ્યા, કાનપુર, વારાણસી સહિત 46 રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. આ ઈન્ટેલિજન્સ એલર્ટ બાદ રેલવે સ્ટેશનો પર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આરપીએફ, જીઆરપી અને પોલીસ ઉપરાંત ડોગ સ્કવોડે લખનૌ, કાનપુર સહિત અનેક રેલવે સ્ટેશનોનું પણ નિરીક્ષણ કર્યું હતું. સઘન સર્ચ ઓપરેશન પણ શરૂ કરવામાં આવ્યું હતું.

તે ધમકીભર્યો પત્ર લશ્કર-એ-તૈયબાના એરિયા કમાન્ડરના નામે મોકલવામાં આવ્યો હતો. આ જ આતંકવાદી સંગઠને અગાઉ 2018માં પણ આવી જ ધમકી આપી હતી. ધમકી મળ્યા બાદ અયોધ્યા સ્ટેશન પરથી પસાર થતી તમામ ટ્રેનોમાં સઘન સર્ચ ઓપરેશન પણ ચલાવવામાં આવ્યું હતું

પોલીસ અજાણ્યા વ્યક્તિની ધમકીને લઈને ખૂબ જ સતર્ક છે કારણ કે બાબરી મસ્જિદ તોડવાની તારીખ 6 ડિસેમ્બર ખૂબ નજીક છે. ઈન્ટેલિજન્સ એલર્ટ અનુસાર, આતંકવાદીઓ બાબરી ધ્વંસના દિવસે એટલે કે 6 ડિસેમ્બરે અયોધ્યા નગરીને આતંકિત કરવાનું ખતરનાક ષડયંત્ર રચી રહ્યા છે. ગયા મહિને મળેલા ધમકીભર્યા પત્રમાં ઉત્તર પ્રદેશના મેરઠ સહિત નવ રેલવે સ્ટેશનોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. પત્રમાં 6 ડિસેમ્બરે અયોધ્યાના હનુમાનગઢી સહિત અનેક મંદિરોને ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો.અજાણ્યા વ્યક્તિના એક પછી એક ધમકીભર્યા પત્રો અને ફોન આવતા અયોધ્યા પોલીસ સતર્ક થઈ ગઈ છે. શહેરમાં દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. પોલીસ દરેક જગ્યાએ ચાંપતી નજર રાખી રહી છે. કેટલીક જગ્યાએ આવતા-જતા લોકોની શોધખોળ પણ કરવામાં આવી રહી છે.