Not Set/ મહારાષ્ટ્ર/ આજે ઉદ્ધવ સરકારની અસલી પરીક્ષા, સ્પીકર ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ આમને સામને

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનાં નેતૃત્વમાં મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરેએ ગત દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરી હતી પરંતુ ઉદ્ધવ સરકારેની ખરી પરીક્ષા આજે થવાની છે. આજે ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર વિધાનસભા માટે અધ્યક્ષની પસંદગી કરવાની છે. સામાન્ય રીતે, અધ્યક્ષની ચૂંટણી સંમતિ દ્વારા અથવા જરૂરત પડે ત્યારે ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે. એ જુદી […]

Top Stories India
Uddhav Tahckray મહારાષ્ટ્ર/ આજે ઉદ્ધવ સરકારની અસલી પરીક્ષા, સ્પીકર ચૂંટણીમાં કોંગ્રેસ-ભાજપ આમને સામને

મહારાષ્ટ્રમાં મહા વિકાસ અઘાડીનાં નેતૃત્વમાં મુખ્યમંત્રી બનેલા ઉદ્ધવ ઠાકરેએ ગત દિવસે મહારાષ્ટ્ર વિધાનસભામાં તેમની સરકારની બહુમતી સાબિત કરી હતી પરંતુ ઉદ્ધવ સરકારેની ખરી પરીક્ષા આજે થવાની છે. આજે ઉદ્ધવ સરકારે મહારાષ્ટ્ર વિધાનસભા માટે અધ્યક્ષની પસંદગી કરવાની છે.

સામાન્ય રીતે, અધ્યક્ષની ચૂંટણી સંમતિ દ્વારા અથવા જરૂરત પડે ત્યારે ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે. એ જુદી વાત છે કે શનિવારે ગૃહમાં 169 મતે વિશ્વાસ મત જીતનાર ઉદ્ધવ ઠાકરે સરકાર ખુલ્લા મતદાનની માંગ કરી રહી છે. અહી નોંધપાત્ર વાત એ છે કે, એસેમ્બલીનાં અધ્યક્ષની ચૂંટણી માટે અને મહા વિકાસ આઘાડી વતી કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને નાના પાટોલે અને કિશન કથોરે ભાજપ વતી ઉમેદવારી નોંધાવી છે. વિધાનસભા અધ્યક્ષ પદ માટે નામ પાંછુ ખેંચવાનો સમય રવિવારે સવારે 10 વાગ્યા સુધીનો છે.

જો કે, અત્યાર સુધી પરંપરા ગુપ્ત મતદાન અથવા ગુપ્ત વેલેટ દ્વારા સ્પીકર પસંદગી કરવાની રહી છે અને આ નિર્ણય સર્વસંમતિથી લેવામાં આવે છે. હવે સ્થિતિ એવી છે કે જો મહા વિકાસ આઘાડી ઇચ્છે તો તેમને બહુમતી હોવાને કારણે સ્પીકર બદલવામાં કોઈ મુશ્કેલી નહીં પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.