Not Set/ ‘માઉન્ટ આબુ’ જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં ‘ચા’ પણ નસીબ નહિ થાય,જાણો કેમ

માઉન્ટ આબુ, રાજસ્થાન માઉન્ટ આબુમાં સરકારે કન્સટ્રક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના પગલે તેના વિરોધમાં માઉન્ટ આબુ સતત ત્રીજા દિવસે પણ સજડ બંધ છે. રાજસ્થાનના એકમાત્ર પર્યટક હિલ સ્ટેશન માઉન્ટ આબુ મકાનોના નવીનીકરણના મુદ્દે સરકાર સામે મોરચો માંડતા સમગ્ર પર્યટક સ્થળ જડબેસલાક બંધ રહેતા પર્યટકો અટવાયા હતા. આ બંધના વિરોધના કારણે માઉન્ટ આબુમાં ફરવા આવેલા […]

Top Stories Gujarat Trending
mantavya 114 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

માઉન્ટ આબુ,

રાજસ્થાન માઉન્ટ આબુમાં સરકારે કન્સટ્રક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે. પ્રતિબંધના પગલે તેના વિરોધમાં માઉન્ટ આબુ સતત ત્રીજા દિવસે પણ સજડ બંધ છે.

રાજસ્થાનના એકમાત્ર પર્યટક હિલ સ્ટેશન માઉન્ટ આબુ મકાનોના નવીનીકરણના મુદ્દે સરકાર સામે મોરચો માંડતા સમગ્ર પર્યટક સ્થળ જડબેસલાક બંધ રહેતા પર્યટકો અટવાયા હતા.

mantavya 97 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

આ બંધના વિરોધના કારણે માઉન્ટ આબુમાં ફરવા આવેલા પર્યટકોને પણ ભારે હાલારી વેઠવી પડી રહી છે. બજારો અને હોટલો બંધ રહેતા પ્રવાસીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. આબુમાં ચા પીવા માટે પણ પ્રવાસીઓને નસીબ નથી કારણે કે સતત ત્રીજા દિવસે પણ આબુમાં બધી દુકાનોમાં તાળા છે.

mantavya 96 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

માઉન્ટ આબુમાં છેલ્લા ૩૨ વર્ષથી બિલ્ડીંગના બાંધકામ માટે સ્ટે લાદવામાં આવતા ત્યાંના રહીશો કોઈ પણ નવું કાર્ય કરી ન શકતા અત્યંત મુશ્કેલીઓ વેઠી રહ્યા હતા.

mantavya 99 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

આબુમાં દરરોજ હજારોની સંખ્યામાં સહેલાણીઓ ફરવા માટે આવે છે તેના લીધે ટોલગેટ પર હજારોની આવક થાય છે . જો કે પ્રથમ દિવસે 71000ના નુકસાનીની વાત કરાઇ છે.

mantavya 98 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

સરકાર દ્વારા બાંધકામની મુંજરી આપવામાં આળસ દાખવતા લોકોએ  રોષ વ્યક્ત કર્યો હતો. સરકારને આ બાબતે અસંખ્ય રજુઆતો કરવા છતાં મામલો થાળે ન પડતાં છેલ્લા ત્રણ દિવસથી માઉન્ટ આબુના વેપારીઓએ સજ્જડ બંધ પાળી રોડ પર ધરણા પર ઉતરતા મામલો ગંભીર થતો જાય છે.

પાલિકા અધ્યક્ષ સુરેશકુમારે જણાવ્યું હતું કે માઉન્ટ આબુમાં સમારકામ અને નવીન બાંધકામની મંજૂરી મળે તે માટે હું અને સાંસદ, ધારાસભ્ય સાથે રહી સરકાર સાથે આ મુદ્દે ચર્ચા કરી રહ્યાં છીએ.

mantavya 115 'માઉન્ટ આબુ' જતા પહેલા વાંચી લો આ સમાચાર, આબુમાં 'ચા' પણ નસીબ નહિ થાય,જાણો કેમ

માઉન્ટ આબુના વેપારી કહેવું છે કે અમે છેલ્લાં કેટલાંક વર્ષોથી મકાનો તેમજ દુકાનોની મરામત માટે લાચારી વેઠી રહ્યાં છીએ. સરકાર લીલીઝંડી નહીં આપે ત્યાં સુધી વેપાર બંધ રાખીશું.