Not Set/ નેપાળમાં ૨૪ હજારથી વધુ પોર્ન સાઈટ સરકાર દ્વારા કરાવાશે બંધ, જાણો કારણ

કાઠમંડુ ગુરુવારે નેપાળની સરકારે ૨૪ હજારથી વધારે પોર્ન વેબસાઈટને બંધ કરવાના આદેશ આપ્યા છે. સરકારના કહેવા પ્રમાણે યૌન હિંસાને રોકવા માટે આ કદમને અમલમાં મુક્યો છે. ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં એક ૧૩ વર્ષીય સ્કુલની વિદ્યાર્થીની પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. બળાત્કાર જેવી […]

World Trending
nepalll નેપાળમાં ૨૪ હજારથી વધુ પોર્ન સાઈટ સરકાર દ્વારા કરાવાશે બંધ, જાણો કારણ

કાઠમંડુ

ગુરુવારે નેપાળની સરકારે ૨૪ હજારથી વધારે પોર્ન વેબસાઈટને બંધ કરવાના આદેશ આપ્યા છે. સરકારના કહેવા પ્રમાણે યૌન હિંસાને રોકવા માટે આ કદમને અમલમાં મુક્યો છે.

ઉલ્લેખનીય છે કે જુલાઈ મહિનામાં એક ૧૩ વર્ષીય સ્કુલની વિદ્યાર્થીની પર બળાત્કાર કરીને તેની હત્યા કરી દેવામાં આવી હતી. આ ઘટનાના વિરોધમાં દેશભરમાં ગુસ્સો ફાટી નીકળ્યો હતો. બળાત્કાર જેવી ઘટનાઓને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.

નેપાળની સરકાર પર હત્યા અને દુષ્કર્મ મામલે કોઈ કાર્યવાહી ના કરવાનો આરોપ લાગ્યો હતો. આ દરમ્યાન પોલીસ દ્વારા પુરાવા નાશ કરવાનો એક વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદ ઓગસ્ટ મહિનામાં દેશભરમાં વિરોધ પ્રદર્શન થયા હતા.

સરકારે એક રીપોર્ટમાં કહ્યું હતું કે ઈન્ટરનેટે પોર્ન અને અશ્લીલ સામગ્રી સુધી પહોંચવાનું સરળ કરી દીધું છે જેના લીધે સામાજિક મુલ્યો પર ખરાબ અસર પડી છે અને યૌન હિંસા વધી છે. આ તમામ બ્બતોને ધ્યાનમાં રાખીને સરકારે ૨૪ હજાર પોર્ન વેબસાઈટ બંધ કરવાની જાહેરાત કરી છે.