Not Set/ સ્પોર્ટ્સ/ વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરીઝ પહેલા ભુવનેશ્વરની બાદબાકી, આ ખેલાડી લેશે જગ્યા

રવિવાર 15 ડિસેમ્બરનાં રોજ ચેન્નઈનાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવવાની વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે આ ત્રણ મેચની વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. Shardul Thakur has been named as Bhuvneshwar […]

Top Stories Sports
BHuvi સ્પોર્ટ્સ/ વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે સીરીઝ પહેલા ભુવનેશ્વરની બાદબાકી, આ ખેલાડી લેશે જગ્યા

રવિવાર 15 ડિસેમ્બરનાં રોજ ચેન્નઈનાં એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાવવાની વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ વનડે મેચ પહેલા ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ભુવનેશ્વર કુમાર ઈજાને કારણે આ ત્રણ મેચની વનડે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા શનિવારે એક નિવેદનમાં જાહેર કરવામાં આવ્યું છે કે, “બુધવારે મુંબઈમાં રમાયેલી છેલ્લી ટી-20 મેચ બાદ ભુવનેશ્વરને પીઠની જમણી બાજુએ દુખાવો શરૂ થઈ ગયો હતો. જોકે ભુવનેશ્વરની ઈજા વિશે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ માનવામાં આવે છે કે તેના સ્નાયુઓ ખેંચાયા છે. તે બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે.

Image result for bhuvneshwar kumar and shardul thakur

મળી રહેલી માહિતી અનુસાર ભુવનેશ્વરની જગ્યા શાર્દુલ ઠાકુરને મળી શકે છે. શાર્દુલ, જેણે અત્યાર સુધી માત્ર 5 વનડે મેચ રમી છે, તેણે છેલ્લી વનડે મેચ સપ્ટેમ્બર 2018 માં હોંગકોંગ સામે રમી હતી. અત્યાર સુધી, તેણે આ ફોર્મેટમાં 36.33 ની સરેરાશથી 6 વિકેટ મેળવી છે. શાર્દુલ ઉપરાંત મોહમ્મદ શમી અને દિપક ચહર આ શ્રેણી માટેનાં અન્ય બે ફાસ્ટ બોલરો છે. આ પહેલા શિખર ધવન પણ ઈજાને કારણે સીરીઝમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ મયંક અગ્રવાલને ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે.

વેસ્ટ ઇન્ડીઝની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, રિષભ પંત (વિકેટકીપર), શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.